આ બાબતે ડોક્ટરોએ કહ્યું કે પૂંછડી સાથે બાળકનો જન્મ થવો ખૂબ જ દુર્લભ છે. ડૉક્ટરોએ વધુમાં કહ્યું કે જ્યારે કરોડરજ્જુ તેની આસપાસના પેશીઓ સાથે અસામાન્ય રીતે જોડાયેલી હોય છે, ત્યારે એવું બને છે કે બાળકની પૂંછડી બહાર આવે છે. તેનાથી અનેક પ્રકારની ન્યુરોલોજીકલ સમસ્યાઓ પણ થાય છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા ચીનમાં પણ આવો કિસ્સો બન્યો હતો. વર્ષ 2014માં આવો જ એક કિસ્સો ચીનમાં જોવા મળ્યો હતો, જ્યાં નુઓ નુઓ નામના બાળકની પૂંછડી 5 મહિના પછી બહાર આવી હતી. તેની પૂંછડી 5 ઇંચ સુધી લાંબી હતી.