રોમ સામે ચીન ભડક્યું

વાર્તા

મંગળવાર, 10 ફેબ્રુઆરી 2009 (16:36 IST)
P.R

ચીનના તિબેટના સર્વોચ્ચ આધ્યાત્મિક નેતા દલાઇ લામાને ઇટલી દ્વારા માનદ નાગરિકતા આપવાના નિર્ણય સામે ચીને નારાજગી વ્યક્ત કરી છે. અને આ પગલે બંને વચ્ચેના સંબંધ ઉપર પણ અસર થઇ શકે છે એવી ધમકી પણ ઉચ્ચારી છે. ચીન સરકારે ગત વર્ષે દલાઇ લામા સાથેની ફ્રાંસના રાષ્ટ્રપતિ નિકોલસ સરકોઝીની મુલાકાત સામે પણ નારાજ થઇ ચીન, યૂરોપીય સંઘની શિખર બેઠક એકાએક રદ કરી દીધી હતી.

નોબલ શાંતિ પુરસકાર પ્રાપ્ત દલાઇ લામા 50 વર્ષ પૂર્વે તિબેટમાં ચીનના દમનથી ભારત આવ્યા હતા અને ત્યારથી હિમાચલ પ્રદેશની ધર્મશાળા નજીક નિર્વાસિત તિબેટની સરકારના પ્રમુખ તરીકે રહે છે. ઇટલી સરકારે ગઇકાલે તેમને રોમનું માનદ નાગરિકત્વ આપી સન્માનિત કર્યા હતા.

વેબદુનિયા પર વાંચો