વર્તમાનમાં બ્રિટિશ સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયો ભલે એક બાજુ ગુજરાતના મુખ્યમંત્રી મોદીની સાથે સંબંધો વધારવા માટેના લાગતા પણ બ્રિટન મીડિયાને આ નિર્ણય યોગ્ય લાગતો નથી. આમ છતા મીડિયાનું કહેવુ છે કે ગુજરાતમાં ફરીથી મોદી સરકાર જીતશે.
બ્રિટનના મુખ્ય છાપાંઓમાનું એક 'ધ ફાઈનાંસિયલ ટાઈમ્સ'ને મોદી પ્રત્યે બ્રિટન સરકારનું ન્રરમાશભર્યુ વલણ ઠીક લાગતુ નથી. આ છાપાંનુ કહેવુ છે કે મોદી જો વડાપ્રધાન બની જાય તો પણ 2002ના કોમી રમખાણો ભૂલાય શકે તેમ નથી.
તેમને મોદી સાથે મિત્રતા વધારવા માંગતા બ્રિટન અને બીજા દેશોને સલાહ આપી છે કે 2002ના મોદીના રાષ્ટ્રવાદ અને રમખાણો પછીના કાર્યોને એક જ દ્રષ્ટિથી ન જુએ. મોદીના વિરોધમાં આટલુ લખવા છતા છાપાએ એ વાત સ્વીકારી કે 2012 વિધાનસભા ચૂંટણી મોદી જ જીતશે.