મોદીના ભયથી પાકિસ્તાન છોડીને ભાગ્યો દાઉદ

મંગળવાર, 20 મે 2014 (17:01 IST)
. ભારતના ભાવિ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભયથી મોસ્ટ વોંટેડ ડૉન દાઉદ ઈબ્રાહીમે પાકિસ્તાન છોડી દીધી છે. સૂત્રોથી પ્રાપ્ત માહિતી મુજબ મોદીના પીએમ બનવાના સમાચારથી દાઉદ દહેશતમાં આવી ગયો છે. જે કારણે તેઓ પાકિસ્તાન-અફગાનિસ્તાન સીમા પર જ ક્યાક જતો રહ્યો છે.  જ્યા તાલિબાનનુ પ્રભુત્વ છે. સાથે જ જાણવા મળ્યુ છે કે ડી કંપનીના બધા સભ્ય પણ દાઉદની સાથે જ સંતાયા છે. અત્યાર સુધી સમગ્ર ડી કંપની પાકની આર્થિક રાજધાની કરાંચીમાં જ હાજર હતી. 
 
અત્રે એ ઉલ્લેખનીય છે કે પોતાના ચૂંટણી અભિયાન સમયે નરેન્દ્ર મોદી તરફથી એક ઈંટરવ્યુ આપવામાં આવ્યો હતો. આ ઈંટરવ્યુમાં મોદીએ કહ્યુ હતુ કે તેઓ જો સત્તા પર આવે છે તો દાઉદને પાકિસ્તાનથી ભારત કેમ પણ કરીને લાવીને રહેશે. હવે કેન્દ્રમાં મોદી અને બીજેપીની સરકાર બનવા જઈ રહી છે અને ઈટેલીજેંસનુ માનીએ તો આ વાતથી દાઉદ ખૂબ ગભરાય ગયો છે. આ જ ગભરાટમાં તે ક્યાક જતો રહ્યો છે. દાઉદને તો એ ભય છે કે ક્યાક નરેન્દ્ર મોદી કોઈ કમાંડો ટાઈપ ઓપરેશનમાં તેનો ખાત્મો ન બોલાવી દે. કારણ કે મોદીએ એક ઈંટરવ્યુમાં દાઉદ વિરુદ્ધ ઓસામા બિન લાદેન જેવા ઓપરેશનનુ સમર્થન કરી ચુક્યા છે. 

વેબદુનિયા પર વાંચો