પોતાની અમાનવીયતા અને ક્રૂરતા માટે કુખ્યાત આતંકી સંગઠન આઈએસઆઈએસની હેવાનિયતની એવી ઘટનાઓ સામે આવી રહી છે જે સાંભળીને કાળજુ કંપી જાય. સ્ત્રીઓ અને યુવતીઓ સાથે બળાત્કાર અને યૌન શોષણ માટે કુખ્યાત આ આતંકી સંગઠનની નિર્દયતાની હદો પાર કરી નાખી છે. આ બેરહેમ માસૂમ યુવતીઓ સાથે બેદર્દીથી રેપ કરે છે અને વિરોધ કરતા તેમના પર ઉકળતુ પાણી રેડી તેમને દઝાડે છે.