ચોંકાવનારા છે આ ન્યૂડ રેસ્ટોરેંટમાં એંટ્રીના નિયમ

ગુરુવાર, 16 જૂન 2016 (12:20 IST)
લંડન પછી હવે જાપનામાં પણ ન્યૂડ રેસ્ટોરેંટ ખુલવા જઈ રહી છે. પણ જાપાનના ટોકિયોમાં બનેલ આ રેસ્ટોરેંટની ન્યૂડ થીમ નહી પણ અહી એંટ્રી કરવાના નિયમ ખૂબ ચોંકાવનારા છે. આ નેકેડ રેસ્ટોરેંટમાં કપડા વગર તમને પ્રવેશ કરવો પડશે.  ટોકિયો શહેરમાં ખુલનારા આ નેકેડ રેસ્ટોરેંટ હશે. જ્યા તમને પ્રવેશથી લઈને જમવાનો આનંદ પણ કપડા વગર જ ઉઠાવવો પડશે.  આ પ્રકારનું રેસ્ટોરેંટ આગામી મહિને 29 જુલાઈના રોજ રાજધાની ટોકિયોમાં ખુલી રહ્યુ છે.    
જાડા હશો તો પ્રવેશ નહી મળે - નેકેડ રેસ્ટોરેંટમાં એંટ્રી માટે અનેક નિયમો બનાવ્યા છે. આ નિયમોનુ પાલન કર્યા પછી જ આ રેસ્ટોરેંટમાં પ્રવેશ મળશે. રેસ્ટોરેંટની વેબસાઈટ પર આપેલ માહિતી મુજબ જે મેહમાન વધુ જાડા જોવા મળશે તેમનો પ્રવેશ અહી વર્જિત છે. અહી આવનારા મેહમાનનુ રેસ્ટોરેંટમાં ઘૂસતા પહેલા વજન કરવામાં આવે છે. જો તેઓ વધુ જાડા હશે તો તેમને બહાર કાઢવામાં આવશે. જેમના શરીર પર ટૈટૂ કે ગૂંદેલુ હશે તો પણ તેમને રેસ્ટોરેંટમાં પ્રવેશ નહી આપવામાં આવે. 
 
વય સીમા અને કાગળના કપડા - આ રેસ્ટોરેંટમાં વયને લઈને ચુસ્ત રોક લગાવવામાં આવશે. આ રેસ્ટોરેંટમાં ફક્ત  18થી 60 વર્ષની વયના લોકો જ પ્રવેશ કરી શકશે અને તે પહેલા તેમને પોતાના કપડા જમા કરાવીને રેસ્ટોરેંટ દ્વારા આપવામાં આવતા કાગળના બનેલ અંડર ગારમેંટ પહેરવા પડશે. 
 
આટલો લાગશે ખર્ચ - બધા પ્રકારની ચુકવણી એડવાંસમાં ઓનલાઈન બુકિંગથી થશે. મેહમાનોને એ ટિકિટો માટે લગભગ 80,000 યેન (750 અમેરિકી ડોલર) ખર્ચ કરવો પડશે. ડાંસ શો નુ ભોજન કરવા માટે પણ મેહમાનોને ઓછામાં ઓછા 14,000 થી 28,000 ડોલર ખર્ચ કરવો પડશે. 

વેબદુનિયા પર વાંચો