શુ કોઈ પતિ પોતાની પત્નીને બર્થડે ગિફ્ટના રૂપમાં ખુદથી અને બાળકોથી દૂર કરી શકે છે ? તમે કહેશો બિલકુલ નહી. પણ અમે તમને જણાવી દઈએ કે અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ આ ગિફ્ટ પોતાની પત્ની મિશેલ ઓબામાને આપ્યુ છે. મિશેલ પોતાના બર્થડે પોતાના પતિ અને બાળકો વગર પોતાના મિત્રો સાથે ઉજવશે. હાલ પ્રેસિડેંટનો પુરો પરિવાર બે અઠવાડિયાથી હવાઈ દ્વીપમાં રજાઓ ગાળી રહ્યુ હતુ. નક્કી કાર્યક્રમમાં ફેરફાર કરતા હવે મિશેલ ઓબામા ત્યા જ રોકાશે, જ્યારે કે બાકી સભ્યો રવિવારે વોશિંગટન પહોંચી ચુક્યા હશે. 17 જાન્યુઆરીના રોજ મિશેલ પોતાનો 50મો જન્મદિવસ ઉજવશે. આમ જોવા જઈએ તો મિશેલ માટે આ સૌથી મોટી ભેટ છે. કારણ કે રાષ્ટ્રપતિની સાથે ફર્સ્ટ લેડી પણ પોતાના કામમાં અને પરિવારમાં ખૂબ જ વ્યસ્ત રહે છે. આવામા જો કોઈ તેમને આ બધા કાર્યોમાંથી રજા આપીને થોડો સમય એકલા રહેવા માટે આપે તો તેને માટે આ સૌથી મોટી ભેટ છે. આ પહેલા મિશેલ ઓબામા પતિના જન્મદિવસે 4 ઓગસ્ટના રોજ પોશ ઈંડિયન રેસ્ટોરંટ રસિકામાં લઈ ગઈ હતી. ઓબામાને ભારતીય વાનગીઓ ખૂબ જ પસંદ છે.