બર્બર ત્રાસવાદી સંગઠન આઇએસઆઇએસ 22 મીનીટનો એક વિડીયો રજુ કરી ભારતમાં લોહી રેડવાની ધમકી આપી છે. અરબી ભાષામાં જારી એક વિડીયોમાં આઇએસઆઇએસમાં ભરતી થયેલા એક ભારતીય એન્જીનીયરીંગ છાત્રએ કહ્યુ છે કે, અમે ભારત પાસે કાશ્મીર, બાબરી મસ્જીદ, ગુજરાત અને મુઝફફરનગરનો બદલો લેશુ. 2014માં પોતાના ત્રણ સાથીદારો સાથે ભારતથી સીરીયા જઇને આ વ્યકિત ત્રાસવાદી સંગઠનમાં જોડાઇ ગયો હતો. ભારતમાં આંતક ફેલાવવા અને હુમલો કરવાની ધમકી તેમા આપી છે.