World Health Day 2020: નર્સ અને આરોગ્ય કર્મચારીઓને સમર્પિત છે આ વર્ષનો વિશ્વ આરોગ્ય દિવસ, કોવિડ -19 માં મુખ્ય ભૂમિકા,
World Health Day 2020: એવા સમયમાં જ્યારે આખું વિશ્વ (કોવિડ -19) કોરોના વાયરસ સામે લડી રહ્યું છે, વિશ્વ આરોગ્ય સંગઠને દર વર્ષે 7 એપ્રિલના રોજ ઉજવાતા વર્લ્ડ હેલ્થ ડેને આ વર્ષે કોરોના મહામારી સામે લડવામાં સૌથી આગળ ઉભી રહેતી નર્સો અને અન્ય આરોગ્ય કર્મચારીઓને સમર્પિત કર્યો છે.
ડબ્લ્યુએચઓ દ્વારા આજે વિશ્વ આરોગ્ય દિવસ 2020 ની થીમ પર રજુ કરવામાં આવેલા અપડેટ મુજબ, નર્સો અને મિડવાઇફના આ આંતરરાષ્ટ્રીય વર્ષમાં સમગ્ર વિશ્વમાં નર્સિંગની સ્થિતિને ઉજાગર કરવામાં આવશે. ડબ્લ્યુએચઓ અને તેના સહયોગી સંગઠનો દ્વારા નર્સિંગ અને મિડવાઇફ ફીલ્ડ કર્મચારીઓની સ્થિતિને મજબૂત કરવા માટે અનેક ભલામણો કરશે.
- ડબ્લ્યુએચઓ દ્વારા વર્લ્ડ નર્સિંગ રિપોર્ટ 2020 નો પ્રારંભ કરવામાં આવ્યો
- રિપોર્ટ પુરાવા આધારિત નીતિના સમર્થક સાબિત થશે