વજન ઘટાડવા માટે, તમે કેટલી ચીજો ખાવાનું છોડી દો છો અને કેટલીક વસ્તુઓનો આહારમાં તમે સમાવેશ કરો છો .. ક્યારેક વજન ઘટાડવાનો આ વિશેષ આહાર અસરકારક હોય છે, પરંતુ કેટલીકવાર તે ફાયદાકારક નથી રહેતી પણ આજે અમે તમને એક એવા પ્રકારના ફુડ કોમ્બીનેશન વિશે વાત કરીશું, જે માત્ર તમારું વજન ઓછું નહીં કરે પણ તમને અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ રાહત આપશે.
ગ્રીન ટી અને લેમન
વધતા વજન પર નજર રાખી રહેલા લોકો માટે ગ્રીન ટીને શ્રેષ્ઠ પીણું માનવામાં આવે છે. ઓછી કેલરી અને એન્ટી-ઓક્સિડેન્ટવાળુ પીણું ઝડપથી કેલરી બર્ન કરે છે અને ખૂબ ટૂંકા સમયમાં અનેક કિલો વજન ઘટાડે છે. ઘણા અભ્યાસોમાં તે સાબિત થયું છે કે દિવસમાં 2-3 કપ ગ્રીન ટી પીવાથી મોટાબૉલિજ્મ બુસ્ટ થાય છે અને ઝડપથી વજન ઓછું થાય છે. તેને વધુ અસરકારક બનાવવા માટે, તમે તેમાં વિટામિન-સીથી ભરપૂર તાજા લીંબુનો રસ ઉમેરી શકો છો.
ઈંડામાં હાઈ ક્વોલિટીનુ પ્રોટીન જોવા મળે છે. આ પૌષ્ટિક આહારની રેસીપી ખૂબ જ સરળ અને વેટ લૉસ ફ્રેંડલી છે. જો તમે વજન ઘટાડવાના મિશન પર છો તો તમારા આમલેટમાં પાલકને સામેલ કરો. એક સ્ટડી મુજબ, આયરનથી ભરપૂર પાલક ઈંડા સાથે ઝડપથી વજન ઘટાડવાનુ કામ કરે છે.
પત્તેદાર શાક અને ઑલિવ ઓઈલ
લીલા પાનના શાક અને સલાદ ભૂખને કંટ્રોલ કરવા માટે બેસ્ટ ફુડ આઈટમ માનવામાં આવે છે. તેમા જો ઓલિવ ઓઈલનો સમાવેશ કરી લેવામાં આવે તો ફાયદો બમણો થશે. આ બંને વસ્તુઓને એકસાથે ખાવાથી તમે ઝડપથી તમારુ વજન ઘટાડી શકો છો. મોનોસૈચુરેટેદ ફૈટથી ભરપૂર ઑલિવ ઓઈલ અને પત્તેદાર શાક મળીને તમારી ભૂખને કંટ્રોલ કરે છે.