* આ ઋતુમાં ખુબ જ ઝડપી ચાલતી હવા અને ગરમ પવનને લીધે ભલભલા બિમાર થઈ જાય છે તો તેનાથી બચવા માટે જ્યારે પણ ઘરની બહાર નીકળો ત્યારે એક ગ્લાસ ઠંડુ પાણી પીને નીકળો. બહાર જતી વખતે ખીસ્સામાં એક ડુંગળી પણ મુકી દો જેથી કરીને લૂ લાગવાથી બચી શકાય.
* દિવસમાં ઓછામાં ઓછા દસથી પંદર ગ્લાસ પાણી અવશ્ય પીવો. પાણી પીવામાં જરા પણ ઢીલાશ ન રાખશો કેમકે આ ઋતુમાં પાણી શરીરમા પરસેવા દ્બારા બહાર નીકળી જાય છે. તેથી શરીરની અંદર પાણીની ઉણપ ન વર્તાય તે માટે શક્ય તેટલું વધું પાણી પીવો.
* આ ઋતુમાં આપણી પાચન શક્તિ ખાસ કરીને નબળી પડી જાય છે. પાચન શક્તિ સારી રીતે કાર્ય કરે તે માટે માસાલેદાર અને વધારે પડતાં તળેલા ખોરાકથી દૂર રહો. ભુખ કરતાં બે રોટલી ઓછી ખાવ અને પાણીનો ઉપયોગ વધારે કરો.
* આકરા તડકામાં બહાર નીકળતાં પહેલાં પોતાને કવર કરીને બહાર નીકળો. ખાસ કરીને માથાને અને ત્વચાને કોઈ પણ રીતે બચાવો. તેના માટે ટોપી, સ્કાર્ફ અને ગોગલ્સનો પણ ઉપયોગ કરી શકો છો.
* આંખોને આકરા તાપથી બચાવી રાખવા માટે ડાર્ક રંગના ગોગલ્સ અવશ્ય પહેરો. વળી સ્કીન પર સારી કંપનીનું સ્નસ્ક્રીન લોશન પણ અવશ્ય લગાવો.
* સવારે વહેલાં ઉઠીને તાજી હવા લો.
* ગરમીમાં ખાસ કરીને સુતરાઉ કપડાં જ પહેરવાનો આગ્રહ રાખો જેથી કરીને તે ઝડપથી પરસેવો ચુસી લે.