લક્ષ્મીજીના આ 10 મંત્ર છે ખૂબ જ પ્રભાવશાળી, જાપથી મળે છે માતાની અખંડ કૃપા

શુક્રવાર, 21 ફેબ્રુઆરી 2025 (00:49 IST)
laxmi ji

 
ધનની દેવી માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે હિન્દુ ધર્મશાસ્ત્રોમાં મંત્રોનો જાપ કરવાનુ વિધાન બતાવ્યુ છે. મતાના જુદા જુદા મંત્રોનો જાપ કરવાથે આર્થિક પ્રાપ્તિઓ થાય છે અને માતાની અખંડ કૃપાથી બધા કાર્ય સફળતા પૂર્વક પુરા થાય છે. આવો જાણીએ માતાના મંત્રો વિશે... 
 
આવો જાણીએ આ મંત્રો વિશે 
 
1. ॐ श्रीं ह्रीं क्लीं श्री सिद्ध लक्ष्म्यै नम: આ વૈભવ લક્ષ્મીનો મંત્ર છે. આ મંત્રનો જાપ 108 વાર કરવાથી વ્યક્તિને લાભ થાય છે. 
 
2. धनाय नमो नम: દેવી માતાનો આ મંત્રનો રોજ 11 વાર જાપ કરવો જોઈએ. તેનાથી વ્યક્તિની ધન સંબંદિત પરેશાનીઓ દૂર થાય છે.  
 
3. ॐ लक्ष्मी नम: આ મંત્રનો જો જાપ કરવામાં આવે તો વ્યક્તિના ઘરમાં લક્ષ્મીનો વાસ થય છે. સાથે જ ઘરમાં ક્યારેય અન્નની કમી પણ થતી નથી. આ મંત્રનો જાપ કુશ આસન પર જ કરવો જોઈએ.  
 
4. ॐ ह्रीं ह्रीं श्री लक्ष्मी  वासुदेवाय नम: આ મંત્રનો જપ કોઈપણ શુભ કાર્ય કરતા પહેલા કરો. આવુ કરવાથી બધા કાર્ય નિર્વિઘ્ન સંપન્ન થાય છે.  
 
5. लक्ष्मी नारायण नम: આ મંત્રનો જાપ કરવાથી દામ્પત્ય જીવનમાં સુખ સમૃદ્ધિ કાયમ રહે છે. પતિ-પત્ની વચ્ચેનો સંબંધ પણ સારો રહે છે.   
 
6. पद्मानने पद्म पद्माक्ष्मी पद्म संभवे तन्मे भजसि पद्माक्षि येन सौख्यं लभाम्यहम्  - મા લક્ષ્મીના આ મંત્રનો જાપ 108 વાર કરો. તેનો જાપ સ્ફટિકની માળા સાથે કરો. તેનાથી ઘરમાં હંમેશા અન્ન અને ધન બન્યુ રહે છે.  
 
7. ॐ श्रीं ह्रीं क्लीं श्री सिद्ध लक्ष्म्यै नम: આ મંત્રનો જાપ કરવાથી વ્યક્તિને સફળતા પ્રાપ્ત થાય છે. મા લક્ષ્મીની ચાંદી કે અષ્ટ ઘાતુની મૂર્તિની પૂજા કરવી જોઈએ. 
 
8 ॐ धनाय नम: આ મંત્રનો જાપ કરવા થી ધન લાભની પ્રાપ્તિ થાય છે.  તેને શુક્રવારના દિવસે કમળ કાકડીની માળા સાથે કરવો જોઈએ.   
 
9. ॐ ह्रीं श्री क्रीं क्लीं श्री लक्ष्मी मम गृहे धन पूरये, धन पूरये, चिंताएं दूरये-दूरये स्वाहा: જો તમે કર્જથી મુક્તિ મેળવવા માંગો છો તો આ મંત્રનો જાપ કરો. તેનાથી આર્થિક તંગી દૂર થઈ જાય છે. 
 
10. ऊं ह्रीं त्रिं हुं फट કોઈપણ કાર્યમાં સફળતા માટે આ મંત્રનો જાપ કરવો જોઈએ. તેનાથી માતાની કૃપા હંમેશા બની રહે છે.  

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર