Guru Ravidas Jayanti હિંદુ પંચાગ મુજબ દર વર્ષે માઘ પૂર્ણિમાના દિવસે રવિદાસ જયંતિ ઉજવવામાં આવે છે. આ વખતે સંત રવિદાસજીની જન્મજયંતિ 12 ફેબ્રુઆરી એટલે કે આજે ઉજવવામાં આવી રહી છે. વારાણસી નજીકના એક ગામમાં જન્મેલા સંત રવિદાસ ખૂબ જ ધાર્મિક સ્વભાવના હતા. તેઓ ભક્તિકાલીન સંત અને મહાન સમાજ સુધારક હતા. તેમની જન્મજયંતિ નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવે છે અને ભજન અને કીર્તન ગાઈને તેમને યાદ કરવામાં આવે છે. તેઓ સંત રવિદાસ, ગુરુ રવિદાસ, રૈદાસ અને રોહિદાસ જેવા ઘણા નામોથી જાણીતા છે. સંત રવિદાસે લોકોને કોઈ પણ જાતના ભેદભાવ વિના એકબીજાને પ્રેમ કરવાનું શીખવ્યું અને આ રીતે તેઓ ભક્તિના માર્ગે ચાલીને તેઓ સંત રવિદાસ તરીકે ઓળખાયા.
કાર્ય કરવું એ આપણો ધર્મ છે, પરિણામ મેળવવું એ આપણું સૌભાગ્ય છે
સબ ચંગા તો કઠરોટ મેં ગંગા