વાતાવરણમાં ધૂળ માટી હોવાને કારણે અનેકવાર ગળુ ખરાબ થઈ જાય છે અને સોજો આવી જાય છે. ગળાના આ સોજાને લેરિન્જાઈટિસ પણ કહે છે. જેનાથી અવાજ બેસી જાય છે. બોલવામાં તકલીફ.. જમી ન શકવુ અને ખાંસી થવી આના લક્ષણ છે. ઠંડુ પાણી, તળેલુ ભોજન ખાવુ કે પછી ખાટી વસ્તુઓ ખાવાથી પણ આ પરેશાની થઈ શકે છે. ગળાને જલ્દી ઠીક કરવા માટે ઘરેલુ ઉપાય પણ ખૂબ જ કારગર છે.