Don't make this mistake while eating- વાસ્તુશાસ્ત્રમાં દિશાઓને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વાસ્તુમાં કહેવાયું છે કે વ્યક્તિએ ભોજન કરતી વખતે હંમેશા ઉત્તર અથવા પૂર્વ તરફ મુખ રાખીને બેસવું જોઈએ. આ સિવાય જો કોઈ વ્યક્તિ દક્ષિણ દિશા તરફ મુખ રાખીને ભોજન કરે છે તો તેના સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર પડી શકે છે.
રાત્રે જમ્યા પછી ક્યારેય રસોડામાં વાસણો ન રાખવા જોઈએ. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી માતા અન્નપૂર્ણા અને દેવી લક્ષ્મીનું અપમાન થાય છે અને તેઓ ગુસ્સે થાય છે. આવી સ્થિતિમાં તમારા ઘરમાં આર્થિક નુકસાન થવાની સંભાવના છે.
જાડાપણું - ઈન્ટરનેશનલ જર્નલ ઓફ કોમ્યુનિકેશન એન્ડ હેલ્થના એક રિપોર્ટ અનુસાર, જે લોકો ટીવી જોતા જોતા ખોરાક ખાય છે તેઓ પોતાના ડાયટ પર ધ્યાન આપી શકતા નથી, જેના કારણે તેઓ વધારે ખાવાનો શિકાર બને છે. અતિશય આહારને કારણે વજન વધે છે અને લોકો મેદસ્વી બને છે.
ડાયાબીટીસ - જે લોકો ટીવી કે મોબાઈલ ફોન જોતા ખોરાક ખાય છે તેમાં ડાયાબિટીસનું જોખમ અનેકગણું વધી જાય છે. વાસ્તવમાં જે લોકો ટીવી કે મોબાઈલ ફોન જોઈને ખાય છે, તેમના શરીરનું મેટાબોલીજ્મ ધીમુ પડી જાય છે, જેના કારણે વજન વધે છે અને ડાયાબિટીસ જેવી બીમારીઓનું જોખમ પણ વધી જાય છે.
દિલની બિમારી
જે લોકો પાસે ખોરાક ખાવાનો સમય પણ નથી અને તેઓ ભોજનની સાથે મોબાઈલ અને ટીવી પણ જુએ છે, તેઓ ફિટ રહેવા માટે કસરત માટે ઓછો સમય કાઢી શકે છે. આવી સ્થિતિમાં બ્લડ પ્રેશર અને દિલની બિમારી નું જોખમ વધી જાય છે.
ખરાબ ડાયજેશન
ટીવી જોતા જોતા ખાનારા લોકોમાં પાચનની સમસ્યા ઘણી વાર જોવા મળે છે. વાસ્તવમાં, ટીવી જોતી વખતે, લોકો ખોરાકને બરાબર ચાવ્યા વિના ઝડપથી ખાઈ લે છે, જેના પછી પેટમાં અપચો, દુખાવો અને કબજિયાતની સમસ્યા ઊભી થાય છે.
ઉઘ પૂરી ન થવાની મુશ્કેલી
જો તમે રાત્રે ટીવી કે મોબાઈલ ફોન જોતી વખતે ખાવાનું ખાશો તો તેની અસર તમારી ઊંઘ પર પણ પડી શકે છે. વાસ્તવમાં, સ્ક્રીન પર જોતી વખતે ખોરાક ખાવાથી તમે કેટલું ખાધું છે તેની પરવા નથી થતી. આ પછી, જ્યારે તમે સૂઈ જાઓ છો, ત્યારે પેટમાં દુખાવો અને અન્ય સમસ્યાઓ થાય છે અને ઊંઘમાં વારંવાર ખલેલ થાય છે.