સૈન ડિયાગોમાં ચાલી રહેલ અમેરિકન સોસાયટી ઓફ ન્યૂટ્રિશન સાયંટિફિક સેશંસમાં રજૂ થયેલ છ અભ્યાસોમાં એવુ માનવામાં આવ્યુ છે કે બદામ પોષણનું પાવરહાઉસ છે. આમાં પ્રોટીન, વિટામિન, ફાઇબર, પોટેશિયમ, મેગનીંજ, મેગ્નેશિયમ જેવા અનેક પોષક તત્વો હોય છે. જે સંપૂર્ણ કોલેસ્ટ્રોલ ફ્રી છે. ભોજન દરમિયાન ભૂખ લાગવાથી બદામ ખાઇ શકાય છે.
બદામ ગર્ભવતી મહિલાઓ, મોટા થઇ રહેલા બાળકો અને વૃદ્ધો માટે ઘણી જ ઉપયોગી છે. એબીસીના સુદર્શન મજૂમદારે જણાવ્યું કે અમેરિકાના કેલિફોર્નિયા વિશ્વ ૮૪% બદામનું ઉત્પાદન કરે છે, પરંતુ ૭૦% બીજા દેશોમાં નિકાસ કરે છે. ભારત કેલિફોર્નિયા બદામનું ૫.૪% નિકાસ બજાર છે.