- ખોરાક તાજો, ગરમ, તરત પચી જાય તેવો જ લેવો.
- શરદી અને ઉધરસ, તાવ શરદી, ઉધરસ નો ઉપાય,
- ગરમ પાણીમાં થોડું મીઠું નાંખી પાણીના કોગળા કરો, આમ કરવાથી તમારા ગળાને રાહત મળશે.
- કોફી અને ચા જેવું ગરમ પીણું પીતા રહો. હુંફાળુ પાણી પણ પી શકો છો.
- ગરમ પાણીમાં હળદરનો પાવડર, આદુનો પાવડર અને એક ચમચી મધ ઉમેરો. આનાથી તમને કફમાં જ રાહત નહીં મળે પણ તમારા શરીરનો દુખાવો, શરદી તેમજ માથાનો દુખાવો પણ દૂર થઇ જશે.
- શરદી માટે, ગરમ સ્ટીમ અર્થાત્ નાસ લેવો એ સૌથી ફાયદાકારક માર્ગ છે. આ માટે માર્કેટમાં સ્ટીમ મશીન મળે છે અને જો એ ન ખરીદવું હોય તો ઉકળતા પાણીમાં તમે વિક્સ, નિલગિરીનું તેલ કે નાસ લેવાની કેપ્સ્યુલ નાંખીને નાસ લઇ શકો છો. આ પ્રક્રિયા તમને બહુ જલ્દી રાહત આપશે.
- જ્યારે ચા બનાવતા હોવ ત્યારે તેમાં તુલસીના પાંદડા અને પીસેલું આદુ તેમજ મરી નાંખો, શરદી - ખાંસીમાં આ પીણું તમને સારી એવી રાહત પૂરી પાડશે.
- શરદી અને ખાંસીથી પીડાતી વ્યક્તિએ ચ્યવનપ્રાશ(આયુર્વેદિક ટોનિક) કે આંબળાનો મુરબ્બો ખાવાનો રાખવો જોઇએ. આમાં વિટામિન સીની ભરપુર માત્રા હોવાથી તમને શરદી-ખાંસી સામે રોગપ્રતિકારક ક્ષમતા મળી રહેશે.