ડાયાબિટીસ માં બેસન - ડાયાબિટીજ એક એવી બીમારી છે જેમા શુગર કંટ્રોલમાં રાખવી ખૂબ જરૂરી છે. કારણ કે દરેક નાની મોટી ભૂલ તમારા શુગર સ્પાઈકનુ કારણ બની શકે છે. આવામાં ફળ અને શાકભાજીઓની આપણે વાત કરતા રહી છે પણ આજે આપણે વાત બેસન (besan in diabetes) ની કરીશુ. ઉલ્લેખનીય છે કે ડાયાબિટીજમાં બેસન ને લઈને એક્સપર્ટના જુદા જુદા વિચારો છે. તો આવો જાણીએ ડાયાબિટીસમાં બેસન ખાવુ કે નહી ?
શુગરમાં બેસન ખાઈ શકાય કે નહી - Can besan be eaten in sugar or not?
ડાયેટ એક્સપર્ટ મુજબ ચણાને વાટીને બનાવેલુ બેસન ઓછા ગ્લાઈસેમિક ઈંડેક્સવાળુ ફુડ છે. જ્યા ચણાનુ જીઆઈ ઈંડેક્સ (GI Index) ફક્ત 6 છે તો તેનાથી બનેલ બેસનુ જીઆઈ ઈંડેક્સ 10 છે. આ હિસાબથી ડાયાબિટીસમાં બેસન ખાવુ નુકશાનદાયક નથી.
ડાયાબિટીસમાં બેસન ક્યારે થઈ જાય છે નુકશાનકારક ?
ડાયાબિટીસમાં બેસનનો સ્નેક્સ (besan high in sugar) ખાવો અનેક મામલે નુકશાનકારક પણ હોઈ શકે છે. ખાસ કરીને જ્યારે તમે બેસનથી બનેલા સ્નેક્સ ખાશો જેવા કે પકોડા અને બેસનના ભજીયા. આ બધાનો જીઆઈ ઈંડેક્સ તરત જ વધી જાય છે અને આ 28-35 થાય છે, અને આ શુગર સ્પાઈકને તરત જ વધારે છે. તેથી આવુ બેસન ખાવાથી બચો.
ડાયાબિટીસમાં બેસનનુ કેવી રીતે કરશો સેવન - How to eat besan in diabetes
ડાયાબિટીસમાં પહેલા તો ઘરનુ બનેલુ બેસન ખાવ. કોશિશ કરો કે પોતે સેકેલા ચણા લઈને તેનુ બેસન બનાવો અને તેને એકદમ ઝીણુ ન વાટશો પણ થોડુ કકરુ રાખો. તમે બેસનનો સ્નેક્સ ન ખાઈને બેસનની રોટલી ખાઈ શકો છો. જે ડાયાબિટિજના દર્દીઓ માટે લાભકારી છે. તો જો તમે ડાયાબિટીજના દર્દી છો તો બેસનના પકોડા નહી પણ તમે બેસનની રોટલી ખાવ. આ તમારા શુગર સ્પાઈકને કંટ્રોલ કરવા સાથે જ ડાયાબિટીજના બીજા લક્ષણોને કરવામાં પણ મદદ રૂપ રહેશે. જેનાથી તમારી શુગર કંટ્રોલમાં રહેશે.