રોજ સવારે બ્રશ કર્યા વગર પાણી પીવુ સારી ટેવ કે ખરાબ ?

શનિવાર, 14 મે 2022 (00:08 IST)
શરીરને બીમારીઓથી બચાવવા અને હાઈડ્રેટ રાખવા માટે ભરપૂર પાણી પીવુ જરૂરી છે. એક્સપર્ટસનુ માનીએ તો ગરમીના દિવસોમાં તમારે 10થી 12 ગ્લાસ અને શિયાળામાં 6 થી 8 ગ્લાસ પાણી પીવુ જોઈએ પણ જરૂર કરતા વધુ પાણીના સેવનથી કેટલીક સમસ્યાઓ ઉભી થાય છે.  જેવી કે પાણી વધારે પીવાથી કિડની પર પ્રેશર વધે છે. તેથી યોગ્ય માત્રામાં પાણીનુ સેવન કરવુ જરૂરી છે. બીજી બાજુ ઘણા લોકો સવારે બ્રશ કરતા પહેલા પણ પાણી પીવે છે પણ શુ આ આરોગ્ય માટે સારુ છે કે નહી ચાલો જાણીએ તેના વિશે... 
 
બ્રશ કરતા પહેલા પાણી પીવું શરીર માટે ફાયદાકારક 
જી હા, બ્રશ કરતા પહેલા પાણી પીવું શરીર માટે ફાયદાકારક માનવામાં આવે છે. તે તમારા શરીરને ઘણા ફાયદા આપે છે, જેના વિશે અમે તમને આ લેખમાં જણાવીશું.
 
પાચનક્રિયા રહેશે સારી 
જો તમે બ્રશ કરતા પહેલા વાંસી મોઢે પાણી પીશો તો તમારી પાચન શક્તિ મજબૂત થશે. પરિણામે, તમે જે પણ ખાશો તે તમને સરળતાથી પચી જશે. આ તમારા શરીરમાંથી એકઠી થયેલી ગંદકી દૂર કરશે. પેટમાં ગંદકી જમા થવાને કારણે શરીરમાં સુસ્તી આવવા લાગે છે, પિમ્પલ્સ, પેટ સંબંધિત સમસ્યાઓ અને અપચોની સમસ્યા થાય છે, પરંતુ જો તમે સવારે ખાલી પેટ પાણી પીશો તો તમને આ સમસ્યા નહીં થાય.
 
રોગપ્રતિકારક ક્ષમતામાં વધારો 
ખાલી પેટ પાણી પીવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત થશે. જો તમને જલ્દી શરદી થઈ જાય છે, તો સવારે પાણી ચોક્કસ પીવું જોઈએ. આ તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરશે અને તમારા શરીરને સ્વસ્થ રાખશે. સવારે ખાલી પેટ અથવા બ્રશ કર્યા વિના પાણી પીવાથી ત્વચા અને વાળ પણ સારા રહે છે.
 
હાઈ બીપી અને હાઈ શુગરથી રક્ષણ
જો તમે બ્રશ કરતા પહેલા પાણી પીશો તો હાઈ બ્લડ પ્રેશર અને બ્લડ શુગર લેવલ પણ નિયંત્રણમાં રહેશે. આનાથી તમે સ્થૂળતા જેવી સમસ્યાથી પણ બચી શકશો. 
 
મોઢાની દુર્ગંધથી મળશે છુટકારો 
મોઢામાંથી દુર્ગધ આવવાનુ કારણ છે ડ્રાય માઉથ. ડ્રાય માઉથને કારણે તમારા મોઢામાંથી દુર્ઘધ આવે છે. આ સમસ્યા ત્યારે થાય છે જ્યારે તમારા મોઢામાં અત્યાધિક સલાઈવા નથી બની શકતો. મોઢાના બેક્ટેરિયાને ખતમ કરવા માટે સલાઈવ્વા જરૂરી હોય છે. જ્યારે તમે રાત્રે સૂઈ જાવ છો ત્યારે સલાઈવાનુ ઓછુ લેવલ તમારા મોઢાના બેક્ટેરિયાનુ સ્તર વધારી દે છે. જેના કારણે તમારા મોઢામાંથી દુર્ગધ આવે છે. આ સમસ્યાથી બચવા માટે તમે સવારે બ્રશ કરતા પહેલા પાણી પી શકો છો. 
 
સવારે શરીરને હાઇડ્રેટેડ રાખો
જ્યારે તમે સૂઈ જાવ છો ત્યારે તમારું શરીર પાણીને શોષી લે છે. જેના કારણે તમને રાત્રે પણ તરસ લાગે છે. શરીરને હાઇડ્રેટ રાખવા માટે તમારે સવારે પાણી પીવું જ જોઇએ. જેના કારણે તમારા શરીરમાં પાણીની કમી નહીં રહે.
 
બેક્ટેરિયા દૂર થશે
રાત્રે સૂતી વખતે તમારા મોંઢામાં જર્મ્સ અને બેક્ટેરિયા વધી જાય છે. જો તમે સવારે ઉઠતાની સાથે જ બ્રશ કરતા પહેલા પાણી પીશો તો તમારું  મોઢુ બેક્ટેરિયાથી મુક્ત રહેશે. ત્યારબાદ બ્રશ કરવું તમારા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
 
બ્રશ કર્યા પછી પાણી ક્યારે પીવું
બ્રશ કર્યાના 15-20 મિનિટ પછી જ તમારે કોઈપણ વસ્તુનું સેવન કરવું જોઈએ. તમારે બ્રશ કર્યા પછી પાણી ન પીવું જોઈએ. બ્રશ કર્યા પછી પાણી પીવાથી તમને બ્રશ કરવાનો કોઈ ફાયદો નહી મળે અને તમારી ટૂથપેસ્ટની ગુણવત્તા પણ ઘટી જાય છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર