એવુ ડાયેટ જેમા સારી માત્રામાં ફળ શાકભાજીઓ અને કઠોળ હોય અને એ ખોરાકમાં કેલોરી અને ફૈટ ઓછા હોય ત્યારે જ તમે ડાયાબીટીશ સામે લડી શકશો. સ્ટડીમાં કહેવામાં આવ્યુ છે કે ફાઈબર યુક્ત આહાર ટાઈપ 2 ડાયાબીટિઝના સંકટને ખૂબ ઓછુ કરી શકે છે. આવો જાણીએ કે તમારે તમારા કિચનમાં કંઈ કંઈ વસ્તુઓ મુકવી જોઈએ જે તમને ડાયાબીટિસથી બચાવી શકે છે.
બીંસ - એવી અનેક બીંસ છે જેનુ સેવન તમે આરામથી કરી શકો છો. બીંસ, મસૂર, મટર, રાજમા વગેરે ખાવાથી તમને પુષ્કળ ફાઈબર મળશે. આ સાથે જ તેમા મેગ્નેશિયમ અને પોટેશિયમ પણ હોય છે. જો તમે કેનવાળી બીંસ ખરીદી રહ્યા છો તો કોશિશ કરો કે તેમા સોડિયમની માત્રા ઓછી હોય.
કઠોળ - જ્યારે પણ અનાજ લેવા જાવ તો જરૂર જુઓ કે તેમા પુષ્કળ ફાઈબર હોવો જોઈએ. ભલે તે ઓટ્સ, ઘઉ કે બાજરા હોય, આ બધામાં ખૂબ પોષણ હોય છે. આ સાથે જ તેમા ફાઈબર વિટામિન ઈ, બી, આયરન મેગ્નેશિયમ અને સેલિનિયમ હોય છે.