કહો તંબાકૂ ને 'ના'

N.D
આખુ વિશ્વ તમાકુને લીધે થનારી બિમારી અને ખતરાઓને લીધે ઝઝુમી રહ્યું છે. આ વિશે જેટલી જાગરૂતા વધી રહી છે તેનાથી ઘણુ વધારે તેનું ઉત્પાદન વધી રહ્યું છે. નાની ઉંમરના બાળકો અને યુવાનો કોઈ પાનના ગલ્લે ઉભા રહીને તમાકુ ચાવતાં અને સીગરેટના ધૂમાડા ઉડાડતાં જોવા મળે છે.

વિશ્વ તમાકુ નિષેધ દિવસનું મૂળ પ્રયોજન પણ તમાકુથી થતાં ખતરા પ્રત્યે જાગૃતતા વધારવાનું છે. પરંતુ તેને માટે ફક્ત પ્રચાર સામગ્રીયોનો ઉપયોગ, રેલીયો તેમજ વ્યાખ્યાનમાલાનું આયોજન વગેરે પુરતુ નથી. સૌથી વધારે મહત્વનું તો તે છે કે તમાકુના વ્યસનથી મુક્ત દરેક વ્યક્તિ ઓછામાં ઓછી એક વ્યક્તિ પોતાના મિત્ર કે પોતાના સગાવહાલાને તેનાથી મુક્ત કરવાનો સંકલ્પ લે તેમજ તેના માટે અથાગ પ્રયત્ન કરો.

કેટલીક વાતો જે દરેકે ધ્યાનમાં રાખવી જોઈએ.

- દરવર્ષે 50 લાખ લોકો તંબાકૂથી થનારા કેંસરથી મૃત્યુ પામે છે.
- તંબાકૂ સેવન કરનારા દસમાંથી એક વયસ્કનુ મોત થઈ જાય છે
તંબાકૂનુ સેવન આ જ રીતે ચાલતુ રહ્યુ તો 2020 સુધી લગભગ એક કરોડ લોકો તંબાકૂનુ સેવન કરોડ કરનારા થઈ જશે
- આપણા દેશમાં સાંસ્કૃતિક અને સામાજીક પ્રભાવને કારણે મોટાભાગના યુવા તંબાકૂનુ સેવન કરી રહ્યા છે. તંબાકૂ નિર્માણ કરનારી કંપનીઓ આ પ્રાણઘાતક પદાર્થોને વેચવા માટે ભામક જાહેરાતોની મદદ લે છે. લોકો તેમની લોભામણી વાતોમાં આવીને તેનુ સેવન કરે છે અને ધીરે ધીરે લોકોને તેને લત લાગી જાય છે. પછી તેઓ કોશિશ કરવા છતાય તેને છોડી નથી શકતા.

- કેટલાય યુવા કોઈને કોઈ રીતે તંબાકૂનુ સેવન કરી રહ્યા છે. પરંતુ તેઓ એ નથી સમજી રહ્યા કે તંબાકૂ માત્ર તેમના શરીર અને જીવનને જ ખરાબ નથી કરતુ પરંતુ આવનારી પેઢીને પણ કેંસર વિરાસતમાં આપી રહ્યા છે.

- યુવાઓ ધૂમ્રપાનને ફેશન સમજવાની ભૂલ ન કરે. તેઓ જેટલુ જલ્દી આના ખરાબ પરિણામોને જાણી લેશે એટલી જ જલ્દી તેમની અંદર જાગૃતતા આવશે અને તંબાકૂને કારણે થતી મોતને રોકી શકાશે.

વેબદુનિયા પર વાંચો