સમાજમાં રહેલી વ્યસનની બદીને ડામવાનો સંદેશો આપતી ફિલ્મ - હાર્દિક અભિનંદન

સોમવાર, 14 નવેમ્બર 2016 (15:59 IST)
વ્યસન મુક્તિ સમાજ માટે જરૂરી છે. રાજ્યના અલગ અલગ શહેરોમાંથી અમદાવાદ ભણવા માટે  કોલેજમાં આવતા  3 મિત્રો હાર્દિક, અભિમન્યુ અને નંદનની આ ફિલ્મમાં વાત કરાઈ છે. તેઓ પણ ભણવાને બદલે શરાબ-સિગારેટ-હુક્કાના ઉંધા રવાડે ચઢી જાય છે. થોડા સમયનો જલ્સો   કર્યા બાદ આખરે તેમને પોતાની ભૂલ સમજાય છે અને વ્યસનથી મુક્તિ મેળવવાનુ નક્કી કરે છે જેમાં તેમને માર્ગદર્શન, પ્રોત્સાહન અને સાથ આપે છે તેમની એક આરતી નામની દોસ્ત. આ આરતીનો સંપર્ક તેઓ અમદાવાદમાં જેમના ઘરે રહેવા જાય છે ત્યાં થાય છે.  ફિલ્મનો વિષય ગુજરાતી ફિલ્મો માટે નવો છે. જો કે, સૌથી મોટો નેગેટિવ પોઈન્ટ લાગ્યો ફિલ્મની લેન્થ. ઈન્ટરવલ સુધી ખબર જ નથી પડતી કે ફિલ્મ શું કહેવા માંગે છે’. અમુક પંચલાઈન્સ નવી છે. પણ અમુક દ્રશ્યો બિનજરૂરી લાગશે જેને હટાવી દીધા હોત તો રન ટાઈમ પણ ઘટાડી શકાયો હોત.નંદનની એન્ટ્રિ સાથે બોલાયેલા એક ગામઠી ડાયલોગ બાદ થોડી મજા આવે છે.  રાગિણીએ તેમના અભિનયનો ન્યાય કર્યો છે. તો ત્રણેય લિડ એક્ટર્સ, કન્વિન્સિંગ લાગે છે. ‘ઘોંચુ નંદન’ થોડો વધારે એન્ટરટેનિંગ લાગ્યો.  મ્યુઝિક સારુ છે..પણ ફિલ્મ જોયા બાદ યાદ રહે તેવુ એક પણ ગીત નથી.. ઓડિયન્સ 3 કલાક સુધી થિયેટરમાં બેસીને વ્યસન મુક્તિ વિશેની ફિલ્મ જોઈ શકે પણ એકાદ વાર. એકંદરે સારી ફિલ્મ છે.

વેબદુનિયા પર વાંચો