દરેક યુઝરને મળશે બ્લુ ટિક
છેલ્લા કેટલાક સમયથી, યુઝર્સ ટ્વિટર પર બ્લુ ટિક મેળવવા માટે કોમ્પિટિશન કરી રહ્યા હતા. બ્લુ ટિક મેળવવા માટે લોકો અનેક રીતે પ્રયાસ કરતા હતા. ઈલોન મસ્કએ કહ્યું કે હવે દરેક યુઝરના એકાઉન્ટ પર બ્લુ ટિક હશે. એલન ટ્વિટરને પ્રાઈવેટ બનાવવા માંગે છે. તેમણે કહ્યું કે જો મારી ડીલ થઈ જશે તો હું સ્પામ બોટ્સને હરાવીશ. આ પ્લેટફોર્મ પરના દરેક વપરાશકર્તાને પ્રમાણિત કરવામાં આવશે. ટેસ્લાના સહ-સ્થાપક અને હવે ટ્વિટરના માલિક મસ્કે સોમવારે એક ટ્વિટમાં સોશિયલ મીડિયા યુઝર્સને અપીલ કરી હતી. તેણે કહ્યું હતું કે હું આશા રાખું છું કે મારા સૌથી ખરાબ આલોચક પણ ટ્વીટર પર જ રહે, કારણ કે ફ્રી સ્પીચનો આજ મતલબ છે. તેમણે માઇક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ પર પણ કટાક્ષ કર્યો.