દારૂ પીધીને ચલાવી કાર કે બાઈક, તો લાગશે 10 હજાર રૂપિયાનો દંડ, જુઓ ફાઈનની આખી લિસ્ટ
મંગળવાર, 2 જુલાઈ 2019 (17:14 IST)
સરકાર જલ્દીજ મોટર વ્હીકલ એક્ટને વધારે સખ્ત બનાવી રહી છે. સંશોધિત મોટર વ્હીકલ એકટમાં દંડ વધારે સખ્ત કર્યુ છે. સાથે જ ટ્રેફિક નિયમનો ઉલ્લંઘન કરનારને જેલ પણ મોકલી શકાય છે. તાજેતરમાં કેબિનેટએ સંસોધિત એક્ટને પાસ કર્યું છે. જ્યારબાદ બિલને સંસદમાં આવતા કેટલાક દિવસોમાં રજૂ કરાશે.
તેમજ બિલમાં દારૂ પીને વાહન ડ્રાઈવ કરતા પર સખ્ત પ્રાવધાન રાખ્યા છે. એટલે કે બિલ પાસ થયા પછી નશામાં વાહન ચલાવનારને વધારે દંડ આપવું પડશે. સંસોધિત મોટર વ્હીકલ એક્ટમાં દારૂ પીને ડ્રાઈવિંગ કરતા પર 10 હજાર રૂપિયાનો દંડ લગાવી શકાય છે. તેમજ ઈમરજંસી વાહન જેમ કે એંબુલેંસ, ફાયર બ્રિગેડ
અને પીસીઆરનો રસ્તા રોકવું ભારે પડી શકે છે. આવું કરતા પર 10 હજાર રૂપિયાનો દંડ કરશે.