રિલાયંસ સીપીસઈ ઈટીએફનો ત્રીજો એફએફઓ - માર્કેટ લીડર પીએસયુમાં ડિસ્કાઉંટ પર રોકાણ

ગુરુવાર, 29 નવેમ્બર 2018 (11:53 IST)
રિલાયંસ મ્યુચ્યુઅલ ફંડે સીપીએસઈ ઈટીએફ માટ ફોરવર્ડ ફંડ ઓફર (FFO) નો ત્રીજા હપ્તાની જાહેરાત કરી છે. સીપીએસઈ ઈટીએફ એક્સચેંજ ટ્રેડેટ ફંડ (ETF) માર્ગના માધ્યમથી પસંદગીના સાર્વજનિક ક્ષેત્રની કંપનીઓમા પોતાની ભાગીદારી વિનિવેશ કરવા માટે સરકારની એક અનોખી પહેલ છે. સરકાર રિલાય6સ નિપ્પૉન સીપીએસઈ ઈટીએફ એફએફઓના માધ્યમથી 8000 કરોડ્ રૂપિયા એકત્ર કરવાની યોજના બનાવી રહી છે.
બૅકગ્રાઉન્ડ

કેંન્દ્રીય સાર્વજનિક ક્ષેત્ર ઉદ્યમ (સીપીએસઈ)ઈટીએફને સરકારની વિનેવેશ પહેલના ભાગના રૂપમાં માર્ચ 2014માં પહેલીવાર એનએફઓ લૉંચ કર્યો હતો. સીપીએસઈ ઈટીએફનુ એનએફઓ આ મુદ્દા સાથે 1.45 ગણુ ઓવરસબ્સક્રાઈબ કરવામાં આવ્યુ હતુ. ઈટીએફના એકમોને એપ્રિલ 2014માં એનએસઈ અને બીએસઈમાં યાદીબદ્ધ કરવામાં  આવ્યુ હતુ. સીપીએસઈ ઈટીએફ એનએફઓની સફળતા પછી જાન્યુઆરી 2017માં એક વધુ ફંડ ઓફર (એફએફઓ) લૉંચ કરવામાં આવ્યો હતો. એફએફઓનો મુદ્રા આકાર એનએફનો કરતા બમણો હતો.  એફએફઓની સદસ્યતા 2.28 ગણી હતી. એફએફઓની સફળતા પછી, માર્ચ 2017માં બીજા એફએફઓની જાહેરાત કરવામાં આવી હતી અને આ 4.03 ગણો ઓવરસબ્સક્રાઈબ થવા છતા પણ એક મોટી સફળતા હતી.

સીપીએસઈ ઈટીએફ એફએફઓ - 3

સીપીએસઈ ઈટીએફની શ્રેણીમાં નવીનતમ એફએફઓ ત્રીજો છે. એફએફઓ 28 નવેમ્બરના રોજ છુટક રોકાણકારોની સદસ્યતા માટે ખુલ્લો રહેશે અને 30 નવેમ્બરના રોજ બંધ થશે. યૂનિટ માટે એફએફઓની સદસ્યતા એફએફઓ બંધ થયા પછી સ્ટોક એક્સચેંજોમાં જાહેર કરવામાં આવશે. એફએફઓમાં રોકાણનો એક મોટો ફાયદો એ હશે કે રોકણકારોને ઈટીફની સમાવિષ્ટ પ્રતિભૂતિઓ ના બજાર મૂલ્ય પર 4.5% છૂટ મળશે.જ્યારે યૂનિટને સ્ટોક એક્સચેંજ પર જાહેર કરવામાં આવે છે અને તમે ઈટીએફમાં રોકાણ કરવા માંગો છો તો તમને બજાર મૂલ્યની ચુકવણી કરવી પડશે.

ઈટીએફ શુ છે ?

અમે એક્સચેંજ ટ્રેડેટ ફંડ્સ (ઈટીએફ) વિશે અમારા બ્લોગમાં અનેકવાર ચર્ચા કરી છે. અમારા બધા પાઠકોના લાભ માટે ઈટીએફ એક નિષ્ક્રિય ફંડ છે જે એક વિશેષ બજાર સૂચકાંકને ટ્રેક કરે છે. ઈટીએફના ફંડ મેનેજરનુ લક્ષ્ય ઈંડેક્સને હરાવવાનુ નથી.પ્રાથમિક ઉદ્દેશય ઈંડેક્સના સાપેક્ષ ટ્રૈકિંગ ત્રુટિને ઘટાડવાનુ છે. ઈટીએફ નિષ્ર્કિય રૂપે એક પ્રબંધિત ધન છે તેથી તેનો વ્યય સરેરાશ સક્રિય રૂપથી પ્રબંધિત ધનની તુલનામાં ખૂબ ઓછો છે. ઈટીએએફના યૂનિટ પર સ્ટોક એક્સચેંજમાં વેપાર કરવામાં આવે છે. રોકાણકારો જો ઈટીએફમાં રોકાણ કરવા માંગે છે તો તેમનુ એક વેપાર અને ડીમેટ ખાતુ હોવુ જોઈએ. ઈટીફ મ્યુચ્યુઅલ ફંડની તુલનામાં વધુ પારદર્શિતા પ્રદાન કરે છે.જ્યારે કે મ્યુચ્યુઅલ ફંડ યોજના પોર્ટફોલિયોનો માસિક ફેક્ટશીટ્સના માધ્યમથી ખુલાસો કરવામાં આવે છે, જેથી રોકાણકારો પાસે ઈટીએફ હેઠળ પોર્ટફોલિયો પર કોઈપણ સમયે ચેક કરવાની પારેદર્શિતા હોય છે કારણ કે તે બજાર સૂચકાંકને ટ્રેક કરે છે.

સીપીએસઈ ઈટીએફ શુ છે ?

સીપીએસઈ ઈટીએફ નિફ્ટી સીપીએસઈ ઈંડેક્સને ટ્રેક કરે છે. આ સૂચકાંક ભારત સરકારની વિનિવેશ પહેલના ભાગના રૂપમાં બનાવવામાં આવ્યો હતો. પબ્લિક સેક્ટર અંડરટેકિંગ (પીએસયૂ) કંપનીઓ, જ્યા સરકાર પોતાની ભાગીદારીનુ રોકાણ કરવા મંગે છે ઈંડેક્સ તેમા સામેલ છે.સીપીએસઈ સૂચકાંક પોતાના ઘટકો અને દરેક ઘટકના વજનના સંદર્ભમાં બન્નેને બદલતો રહે છે. સૂચકાંક ત્રિમાસિકમાં પુનર્વિત્ત કર્વામાં આવ્ય છે. પીએસયૂ જ્યા સરકાર એ પોતાના વિનિવેશ લક્ષ્યને મેળવ્યુ છે તે ઈંડેક્સ અને નવા પીસયૂને બહાર લેવામાં આવ્યા છે.અને નવા પીએસયૂ જ્યા સરકાર પોતાની ભાગીદારીને ઓછી કરવા માંગે છે તે ઉમેરવામાં આવ્યા છે. આ ઉપરાંત ઈંડેક્સ ઘટકોના વજન દરેક ઘટકોનુ વજન ઘટાડવાના દરેક ત્રિમાસિકમાં કરવા માટે પુનર્વિત્ત કરવામાં આવે છે. વર્તમાનમાં નિફ્ટી સીપીએસઈ ઈંડેક્સમાં 11 પીએસયૂ છે.
PSU Sector Weight in Nifty CPSE Index
ONGC Energy 18.9%
IOC Oil Marketing 18.9%
CIL Energy 19.2%
NTPC Energy 19.6%
REC Finance 6.2%
PFC Finance 5.5%
BEL Infrastructure and Engineering 4.9%
OIL Energy 3.5%
NBCC Infrastructure and Engineering 1.7%
NLC Energy 0.9%
SJVN Energy 0.6%
 
ઈટીફ પોર્ટફોલિયોમાં કંપનીઓનુ બજાર નેતૃત્વ
 
જો તમે નિફ્ટી સીપીએસઈ ઈંડેક્સમાં પીએસયૂ કંપનીઓની યાદીને સ્કેન કરો છો તો પહેલી નજરમાં તમે જોશો કે આ ભારતની કેટલીક સૌથી મોટી કંપનીઓ છે. મોટાભાઅગની કંપનીઓ (11માંથી 6) પોતાના ક્ષેત્રમાં બજાર લીડર છે. ઓએનજીસી અને ઓયલ ઈંડિયા લિમિટેડ (ઓઆઈએલ) સૌથી મોટી તેલ અને ગેસ ખોજ કંપનીઓ ક છે. ઈંડિયન ઓઈલ કોર્પોરેશન (આઈઓસી) ભારતની સૌથી મોટી તેલ રિફાઈનર અને તેલ માર્કેટિંગ કંપની છે. કોલ ઈંડિયા લિમિટેડ(સીઆઈએલ)નુ કોલસા ખોદવામાં ઈજારો છે. એનટીપીસી ભારતની સૌથી મોટી વીજળી ઉત્પાદન કંપની છે. ભારત ઈલેક્ટ્રોનિક્સ (બીઈએલ) આપણા દેશની રક્ષા ક્ષેત્રમાં ઉદ્યોગ લીડર છે. રિલાય6સ સીપીએસઈ ઈટીએફમાં રોકાણ કરીને તમે અનેક ઉદ્યોગ ક્ષેત્રોમાં બજારના લીડરશીપ ધરાવતી કંપનીઓમાં રોકાણ કરવામાં સક્ષમ રહેશો. આ બધા મોટા કૈપ સ્ટોક છે. જે તમારા પોર્ટફોલિયોને સ્થિરતા આપશે.
 
આકર્ષક મૂલ્યાંકન
 
નિફ્ટી સીપીએસઈ ઈંડેક્સ જે રિલાયંસ નિપ્પોન, સીપીએસઈ ઈટીએફના હેઠળ પોર્ટફોલિયોનુ નિર્માણ કરે છે., નિફ્ટી અને સેંસેક્સ જેવા ફ્રંટલાઈન માર્કેટ ઈંડેક્સની તુલનામાં વિવિધ મૂલ્યાંકન માનકો પર આકર્ષક લાગે છે.
 
Index P/E P/B Dividend Yield
Nifty CPSE 9.5 1.3 5.3%
Nifty 25.7 3.5 1.3%
Sensex 25.2 3.1 1.1%
 
બધા મૂલ્યાંકન માનકો પર તમે નિફ્ટી સીપીએસઈ ઈંડેક્સ જોઈ શકો છો કે અને તેથી રિલાયંસ નિપ્પૉન સીપીએસઈ ઈંટીફ,નિફ્ટી અને સેંસેક્સથી વધુ આકર્ષક છે.પર્યાવરણમાં ઓછો વ્યાજનો દર,5.3% જેટલી ડિવિડંડ આવક, જે એક આકર્ષક રોકાણ કરવાનો પ્રસ્તાવ બનાવે છે. જો આંતરિક મૂલ્ય અનલોક હોય તો, નિફ્ટી સીપીએસઈ સૂચકાંકનું આકર્ષક મૂલ્યાંકન લાંબાગળાના રોકાણકારોને એક મજબૂત રિટર્ન આપી શકે છે. સરકારના ઈધણ વિનિયમન, પાવર સેક્ટર સુધાર અને મેક ઈન ઈંડિયા નીતિમાં સુધાર પર સરકારનુ જોર આ પીએસયૂમાં આતંરિક મૂલ્યોને અનલોક કરી શકે છે અને લાંબાગાળાના રોકાણકારો માટે ખૂબ વધુ મૂલ્ય ઉત્પન્ન કરી શકે છે. જો તમે છેલ્લા 20 વર્ષમાં પીએસયૂમાં સરકારના વિનિવેશ ઈતિહાસને જુઓ છો તો તેનાથી માત્ર સરકારને જ પોતાનુ નાણાકીય લક્ષ્ય પૂર્ણ કરવામાં મદદ નથી મળી પણ આ સાથે જ લાંબાગાળાના રોકાણકારો માટે પણ લાભકારી બન્યુ છે.
 
વિવિધતા વિરુદ્ધ નિફ્ટી
 
નિફ્ટી સીપીએસઈ ઈંડેક્સના ઘટકોમાં નિફ્ટીનો વેઈટ 50 જે અપેક્ષા કરતા ઓછો છે. જે અનેક મોટા કૈપ ફંડોના બેંચમાર્ક ઈડેક્સ છે.જો તમારા મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયોમાં મોટા કૈપ ફંડ હ્હે તો સીપીએસઈ ઈટીએફમાં રોકાન કરવાથી તમારા રોકાણ પોર્ટફોલિયોમાં વિવિધિકરણ જોડાઈ જશે.
 
નિષ્કર્ષ
 
એફએફઓના આ સમયમાં રિલાયંસ નિપ્પૉન સીપીએસઈ ઈટીએફની 4.5% છૂટની રજૂઆત સ્પષ્ટ રૂપથી આ એક અકર્ષક રોકાણ બનાવે છે. પણ રોકાણકારોએ ફક્ત લાભને જ ધ્યાનમાં ન રાખવો જોઈએ.તેના બદલે તેમણે લાબાગાળાનુ યથાર્થદર્શન લેવુ જોઈએ. આ ઈટીએફ રોકાણકારોને અનેક મોટા ઉદ્યોગ ક્ષેત્રોમાં બજારના લીડર કંપનીઓમા ભાગીદારી મેળવવા માટે સક્ષમ કરશે અને જેવી કે આ પોસ્ટમાં ચર્ચા કરવામાં આવી છે મૂલ્ય અવસરો સાથે સાથે પોર્ટફોલિયો વિવિધીકરણ પણ  પ્રદાન કરે છે. જો રિલાયંસ નિપ્પૉન સીપીએસઈ ઈટીએફ જો તમારી રોકાણ જરૂરિયાતો માટે યોગ્ય છે તો રોકાણકારોએ પોતાના નાણાકીય સલાહકારો સાથે ચર્ચા કરવી જોઈએ.

http://investmentguruindia.com/stat/BannerRMF.html

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર