એક અંગ્રેજી છાપાના સમાચાર મુજબ રિઝર્વ બેંકે પોતાના કેટલાક યૂનિટ્સમાં નવા નોટનુ છાપકામ શરૂ કરી દીધુ છે. એવુ કહેવાય રહ્યુ છેકે રોજબરોજની લેવડ-દેવડને સરળ બનાવવાના ઉદ્દેશ્યથી આ નોટ બજારમાં લાવવામાં આવશે. હાલ બજારમાં 200ની નવી નોટનું ચિત્ર વાયરલ થઈ રહ્યુ છે પણ આ સત્ય છે કે ફેક ન્યુઝ એ તો આવનારો સમય જ બતાવશે.