આ સમયગાળા દરમિયાન, દિલ્હીમાં ડીઝલ 11.01 રૂપિયા પ્રતિ લિટર મોંઘુ થઈ ગયું છે, જ્યારે પેટ્રોલના ભાવમાં 9.12 રૂપિયાનો વધારો થયો છે.
ઇન્ડિયન ઑઇલની વેબસાઇટ અનુસાર, દિલ્હી, કોલકાતા, મુંબઇ અને ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ અનુક્રમે રૂ. 80.39 રૂપિયા, 82.05 રૂપિયા, 87,14 રૂપિયા અને 83.59 રૂપિયા છે. ડીઝલનો ભાવ પણ ચાર મહાનગરોમાં સમાન છે, જે અનુક્રમે રૂ. 80.40, રૂ75.52, રૂ 78.71 રૂ. અને 77.61 રૂપિયા દર લીટર બન્યુ છે.
શનિવારે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલના ભાવમાં દિલ્હીમાં 25 પૈસા, કોલકાતા અને મુંબઇમાં 23 પૈસા, જ્યારે ચેન્નઇમાં 22 પૈસા પ્રતિ લીટર વધારો કર્યો હતો. એક દિવસ અગાઉ દિલ્હીમાં ડીઝલના ભાવમાં પણ 21 પૈસા, કોલકાતામાં 18 પૈસા, મુંબઇમાં 20 પૈસા અને ચેન્નઈમાં 17 પૈસા પ્રતિ લિટરનો વધારો થયો છે.