જો તમે કોઈ નવો બિઝનેસ શરૂ કરવાનો પ્લાન કરી રહ્યા છો અને એ માટે કર્જ ન મળવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો પ્રધાનમંત્રી મોદીની આ ભેટ તમારે માટે છે. સરકારે નાના ઉદ્યમીઓને લોન આપવા માટે મુદ્રા યોજના રાખી છે. જેના હેઠળ ઉદ્યમીઓને વેપાર શરૂ કરવા માટે લોન આપવામાં આવે છે. આ લોનની વિશેષતા એ છે કે લોન ગેરંટી વગર મળી જાય છે. આવો અમે તમને બતાવી રહ્યા છે કે કોને અને કેવી રીતે મળી શકે છે તમને લોન...
મુદ્રા રૂપિયા સુધી મળે છે લોન ?
મુદ્રામાં ત્રણ પ્રકારની લોન મળે છે. (શિશુ લોન)શિશુ લોન હેઠળ 50,000 રૂપિયા સુધી કર્જ આપવામાં આવે છે. (કિશોર લોન) હેઠળ 50,000 થી 5 લાખ સુધી કર્જ આપવામાં આવે છે. (તરુણ લોન) તરુણ કર્જ હેઠળ 5 લાખથી 10 લાખ સુધીનુ કર્જ આપવામાં આવે છે.
મુદ્રા લોન પ ર્કેટલુ ભરવુ પડે છે વ્યાજ
પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ કોઈ ચોક્કસ વ્યાજ દર નથી. વિવિધ બેંક મુદ્રા લોન માટે જુદુ વ્યાજ વસૂલ કરે છે. લોન લેનારાના વેપારની પ્રકૃતિ અને તેની સાથે જોડાયેલા જોખમના આધાર પર પણ વ્યાજ દર નિર્ભર કરે છે. સામાન્ય રીતે ન્યૂનતમ વ્યાજ દર 12 ટકા છે.