શેરબજારમાં આજે હોળીની રજા, જાણો આ મહીને ક્યારે ક્યારે બંધ રહેશે શેરમાર્કેટ

મંગળવાર, 7 માર્ચ 2023 (08:00 IST)
દર વર્ષની જેમ આ વર્ષે પણ શેરબજારના રોકાણકારોમાં હોળીના અવસરે શેરબજાર ખુલવા અને બંધ થવાને લઈને ભારે અસમંજસનો માહોલ જોવા મળી રહ્યો છે. આ કારણ છે કે રંગોનો તહેવાર હોળી સમગ્ર દેશમાં 8મી માર્ચે ઉજવવામાં આવશે, પરંતુ BSE અને NSEની વેબસાઈટ 7મી માર્ચે જ હોળીની રજા દર્શાવે છે. જેના કારણે રોકાણકારો મૂંઝવણમાં છે કે હોળી નિમિત્તે કયા દિવસે બજારો બંધ રહેશે. જો તમે પણ શેરબજારના રોકાણકાર છો, તો અમે તમને જણાવી રહ્યા છીએ કે શેરબજાર આજે એટલે કે 7 માર્ચે બંધ છે. દેશભરમાં હોળીની ઉજવણીના દિવસે બજારો ખુલ્લા રહેશે. તમને જણાવી દઈએ કે સ્ટોક બ્રોકર્સ એસોસિએશન ANMIએ હોળીની રજા બદલવા માટે સેબી (સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા)ને પત્ર લખ્યો હતો પરંતુ તેમ છતાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો
 
તમને જણાવી દઈએ કે સ્ટોક બ્રોકર્સ એસોસિએશને સરકાર, એક્સચેન્જ અને સેબીને 7 માર્ચના બદલે 8 માર્ચે હોળી ઉજવવા કહ્યું હતું. એસોસિયેશન ઓફ નેશનલ એક્સચેન્જ મેમ્બર્સ ઓફ ઈન્ડિયા (ANMI) એ આ સંબંધમાં નાણા મંત્રાલયને એક પત્ર મોકલ્યો હતો. આ સાથે એએનએમઆઈએ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI), સ્ટોક એક્સચેન્જ અને ડિપોઝિટરીઝને પણ પત્ર લખીને હોળીની રજા બદલવાની માંગ કરી હતી. આ વર્ષે હોળી 8 માર્ચે છે, જ્યારે એક્સચેન્જોએ તેને 7 માર્ચે રજા જાહેર કરી છે. કોમોડિટી પાર્ટિસિપન્ટ્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (CPAI) એ પણ સ્ટોક એક્સચેન્જો પાસે આ જ માંગણી કરી હતી.
 
રામ નવમી પર પણ બજારો બંધ રહેશે
 
હોળી ઉપરાંત માર્ચમાં રામનવીના અવસર પર 30 માર્ચ 2023ના રોજ પણ શેરબજાર બંધ રહેશે. રામ નવમીના તહેવારને કારણે 30 માર્ચે બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જમાં કોઈ ટ્રેડિંગ થશે નહીં. આ કારણે માર્ચમાં આખા 10 દિવસ શેરબજાર બંધ રહેશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર