14 જૂનના રોજ બંધ રહેશે એટીએમ
સોફ્ટવેયર અપગ્રેડ થવાના કારણથી એચડીએફસી બેંકના એટીએમ અને ડેબિટ કાર્ડ રાત્રે 12.30 વાગ્યાથી લઈને સવારે 5 વાગ્યા સુધી કામ નહી કરે. તેથી તમે કોઈપણ પ્રકારનુ ઓનલાઈન, ઓફલાઈન કે પછી એટીએમ દ્વારા કેશ કાઢી શકતા નથી. બેંકે પોતાના ગ્રાહકોને સલાહ આપી કે તેઓ પોતાની બધી બેંક સાથે જોડાયેલ કાર્ય રાત્રે 12 વાગ્યા પહેલા જ કરી લે. જેથી કોઈ પરેશાની ન થાય. ઉલ્લેખનીય છે કે 12 જૂનના રોજ પણ સોફ્ટવેયર અપગ્રેડ થવાને કારણે એટીએમમાંથી કોઈપણ પ્રકારનુ ટ્રાંજેક્શન થયુ નહી.