એટમ ટેકનોલોજીના પ્રબંધ નિદેશક અને મુખ્ય કાર્યકારી અધિકારી સીઈઓ દેવાંગ નેરલ્લાએ કહ્યુ, છેલ્લા 12 મહિનામાં બે ગણાથી વધુ વૃદ્ધિ જોવા મળી. નોટબંધીથી પહેલા અમે માસિક 3000 કરોડ રૂપિયાની લેવડ દેવડ કરી રહ્યા હતા જે હવે બધા કાર્યક્ષેત્રમાં 6800 કરોડ રૂપિયાની થઈ ગઈ છે.
નોટબંધી પછી પેમેંટ પ્રસંસ્કરણમાં ત્રણ ગણો વધારો થયો છે. અમે હજુ પણ અમારા ઓનલાઈન ચુકવણી ગેટવેથી થનારા લેવડ દેવડમાં મહિના દર મહિનાના આધાર પર લગભગ 20 ટકા વૃદ્ધિ જોઈ રહ્યા છીએ. પેમેંટ કાઉંસિલ ઓફ ઈંડિયા મુજબ ડિઝિટલ ચુકવણી ઉદ્યોગની વૃદ્ધિ દર જે પહેલા 20થી 50 ટકા વચ્ચે હતી. નોટબંધી પછી વધીને 40-70 વચ્ચે થઈ ગઈ.