સુરતમાં નોટબંધી મુદ્દે આમ આદમી પાર્ટીના દેખાવો

બુધવાર, 8 નવેમ્બર 2017 (14:14 IST)
આજે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સુરતમાં નોટબંધીનો કાળો દિવસ મનાવશે તેની સાથે સાથે આમ આદમી પાર્ટી દ્વારા પણ આજે સુરત ખાતે નોટબંધીને લઈને દેખાવો કર્યાં હતાં. નોટબંધીને આજે એક વર્ષ પૂર્ણ થતાં આમ આદમી પાર્ટીએ આ દિવસને દેશવાસીઓ સાથે છેતરપિંડી ગણાવીને દગા દિવસ તરીકે ઉજવી વિરોધ નોંધાવ્યો હતો. કામરેજ વિધાનસભા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા બેનર દર્શાવી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આમ આદમી પાર્ટી દ્વારા કામરેજ વિસ્તારમાં નોટબંધીને દગા દિવસ તરીકે ઉજવતાં બેનર સાથે વિરોધ નોંધાવ્યો હતો.

હાથમાં પ્લે કાર્ડ લઈને આપના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું. જેમાં નોટબંધીને ભાજપનું સૌથી મોટું કૌભાંડ ગણાવવામાં આવ્યું હતું. સાથે જ નોટબંધીથી માત્ર ભાજપીઓને ફાયદો થયાના સુત્રોચ્ચાર કરવામાં આવ્યાં હતાં. નોટબંધીથી દેશના કરોડો સામાન્ય લોકો સાથે છેતરપીંડિ કરવામાં આવી હોવાનો રોષ આપ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર