સેટટોપ બોક્સનાં મનફાવે તેવા ભાવ નહીં લઇ શકાય

શનિવાર, 13 એપ્રિલ 2013 (17:46 IST)
P.R
સરકાર આપણા ઘરમાં કેબલ ઓપરેટરો થકી લાગતા સેટટોપ બોકસ કે પછી ડીટીએચ થકી લાગતા ઉપકરણોના મુલ્‍યને નિયંત્રિત કરવાની તૈયારી કરી રહી છે કે જેથી કંપનીઓ ગ્રાહકો પાસેથી મનમાની રીતે ભાવ વસુલી ન શકે. આ અંગે ટ્રાઇએ તમામ હિસ્‍સેદારો પાસેથી સુચનો માંગ્‍યા છે. જેના આધારે આ સમગ્ર પ્રક્રિયાને યોગ્‍ય અને નિયંત્રિત કરી શકાય.

ટ્રાઇના જણાવ્‍યા પ્રમાણે દેશમાં ઝડપથી ડીજીટલાઇઝેશન વિસ્‍તરી રહ્યુ છે. એવામાં જરૂરી છે કે, ભાવનું એક સ્‍ટાન્‍ડર્ડ માળખુ નક્કી કરવામાં આવે જેથી ગ્રાહકોના હિતોનું રક્ષણ થઇ શકે. ટ્રાઇએ આ અંગે ર૬ એપ્રિલ ર૦૧૩ સુધીમાં લોકો પાસે સુચનો માંગ્‍યા છે.

ટ્રાઇએ ડ્રાફટ ટેરીફ જારી કરેલ છે જેમાં ગ્રાહક પાસેથી સેટટોપ બોકસ થકી એક ન્‍યુનતમ ટેરીફ વસુલવાનું સુચન કરવામાં આવ્‍યુ છે.

ટ્રાઇનું સુચન છે કે, ડીટીએચનો ભાવ રૂા.પ૦૦ રાખવામાં આવે અને માસિક ભાડુ રૂા.૪૭ થાય. ડીજીટલ કેબલ સેટટોપ બોકસનો ભાવ ૪૦૦ રૂા. રાખવાનો પ્રસ્‍તાવ છે. જેનુ માસિક ભાડુ રૂા.૩૭ રહેશે. રીપેરીંગનો ખર્ચ, ઇન્‍સ્‍ટોલેશન ચાર્જીસ, એકટીવેશન ચાર્જ પણ સમાપ્‍ત કરવાનો પ્રસ્‍તાવ છે.કંપનીઓ માટે સ્‍ટાન્‍ડર્ડ ટેરીફ પેકેજ ઓફર કરવાનું જરૂરી બનશે. ઓપરેટર સ્‍ટાન્‍ડર્ડ પેકેજ સિવાય બીજા ટેરીફ પેકેજ પણ ઓફર કરી શકે છે. આ સિવાય કોમર્શીયલ ઇન્‍ટરપોર્ટીબીલીટી પણ લાગુ થશે.

વેબદુનિયા પર વાંચો