ગુજરાતના દરિયા કિનારા સહિત અન્ય પ્રવાસન સ્થળો ગોવાની જેમ ધમધમશે

સોમવાર, 26 મે 2014 (14:41 IST)
ગુજરાતના પ્રવાસન ક્ષેત્રોને વેગ આપવા માટે રાજ્ય સરકારે ૩૩ સ્થળોને પસંદ ર્ક્યાં છે. જેમાં પ્રાઇવેટ પ્લેયર્સની મદદથી ઇકો એડવેન્ચર્સ અને વોટર સ્પોર્ટસ એક્ટિલ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ સ્થળોમાં ૧૭ દરિયાકિનારાના સ્થળો, ચાર રિવર સાઇટ, ચાર લેક સાઇટ અને આઠ ડેમ સાઇટ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
 
પ્રવાસન નિગમના એક ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ, નિગમે છ મહિના પહેલા સ્પોર્ટસ એક્ટિવિટી માટેના પ્રયાસ શરૂ ર્ક્યા હતા. ગુજરાત પાસે વિશાળ દરિયાકિનારો છે, જ્યાં પ્રવાસન ઉદ્યોગના વિકાસ માટે ઉત્તમ અવકાશ ઉપલબ્ધ છે. ગુજરાતના ઘર આંગણે નેશનલ તેમ જ ઇન્ટરનેશનલ પ્લેયર્સ માટે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેન્ટ મગાવ્યા છે. નિગમ પ્રાઇવેટ કંપનીઓને લેન્ડ વેચશે નહીં પણ એક્ટિવિટી માટે જગ્યા પૂરી પાડશે.
 
દરિયાકિનારાના બીટમાં માંડવી, બેટ દ્વારકા, શિવરાજપુર, ઓડેડર, માધવપુર, અહમદપુર માંડવી, સરકેશ્ર્વર, કતપર, ગોગાકુડા, ઉભરાટ, દાંડી, તિથલ, નારગોલ, ઉમરગામ અને દ્વારકાનો સમાવેશ થાય છે.
 
રિવર સાઇટમાં સાબરમતી રિવરફ્રન્ટ, નર્મદા રિવર ફ્રન્ટ, તારી અને મહી નદી, ડેમ સાઇટમાં સરદાર સરોવર, રણજિત સાગર, ભાદર, કમલેશ્ર્વર, ધરોઇ, કડાણા અને તળાવમાં આજવા, સૂરસાગર (વડોદરા), ભૂજના હમિરસર, અડાલજ અને સાપુતારાનો સમાવેશ કરાયો છે. ઇકો એન્ડવેન્ચર ટુરિઝમ માટે વેળાવદર, જાંબુઘોડા, નળસરોવર, પદમડુંગરી, પોલો, પીપરીયા, કેવડી અને જેસોરને ડેવલપ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
 
પ્રોજેક્ટ અંતર્ગત અહીં બર્ડ વોચિંગ, જંગલ સફારી, બોટીંગ, ટ્રેકિંગ, રિવસ ક્રોસિંગ, રોક ક્લાઇબીંગ, નાઇટ જંગલ વોક, બંગી જમ્પિંગ, ઝોર્બિંગ અને જીપલાઇન શરૂ કરવા માગે છે.
 
એ ઉપરાંત નિગમે વોટર સ્પોર્ટસ જેવાં કે બોટ રાઇડીંગ વોટર સ્કીસ જેવી એક્ટિવિટીસ માટે પ્લેટફોર્મ તૈયાર કરવાને પ્રધાન્ય અપાશે. નિર્ધારિત રૂપરેખા મુજબ પ્રોજેક્ટ નિયમ સમયમાં પાર પડે તો આગામી સમયમાં ગુજરાત ગોવાને પ્રવાસ-પર્યટન ક્ષેત્રે સીધી ટક્કર આપતું થઇ જશે. 

વેબદુનિયા પર વાંચો