શેરબજારમાં 192નો ઘટાડો, 8510 પર બંધ

વેબ દુનિયા

મંગળવાર, 28 ઑક્ટોબર 2008 (10:00 IST)
શેરબજારમાં આજે હજાર પોઈન્ટની અફતાતફડી બાદ 192 પોઈન્ટ ડાઉન થઈને 8510 પર બંધ રહ્યો હતો. તો નીફ્ટી પણ 60 પોઈન્ટનાં ઘટાડા સાથે 2524 પર બંધ રહ્યો હતો.

સવારે બજાર ખુલતાંની સાથે જ ડાઉન સાથે ખુલ્યું હતું. અને સેન્સેક્સ 752 પોઈન્ટનાં કડાકા સાથે આઠ હજારની નીચે આવી ગયો હતો. અને, 7948 સુધી પહોચી ગયો હતો. તો નીફ્ટી પણ 254 પોઈન્ટનાં ઘટાડા સાથે 2329 પર હતો.

ત્યારબાદ સેન્સેક્સે ફરીથી મજબૂતી હાંસલ કરતાં દિવસનાં અંતે તે 192નાં ઘટાડા સાથે 8510 પર બંધ રહ્યો હતો. અને નીફ્ટી 60 પોઈન્ટનાં ઘટાડા સાથે 2524 પર બંધ રહ્યો હતો.

2005 બાદ સેન્સેક્સ પ્રથમ વાર 8000 અંકની નીચે આવી ગયો હતો. સેન્સેક્સે છેલ્લા બે મહિનામાં રૂ. 12 હજાર કરોડ પાછા ખેચી લીધા છે. તો એકલા ઓક્ટોબર મહિનાં 35 ટકાનો ઘટાડો થયો છે.

વેબદુનિયા પર વાંચો