Eyebrow માં ખંજવાળનુ કારણ હોય છે Dandruff,આ ટિપ્સથી મેળવો રાહત

શનિવાર, 19 ડિસેમ્બર 2020 (12:53 IST)
તમારા ચહેરાની સુંદરતા વધારવા માટે ઘણી નાની-નાની ટિપ્સ પણ ખૂબ મહત્વપૂર્ણ છે. તેમા જ તમારા ચેહરાની સારી બનાવટ પણ મહત્વની છે. અમે વઆત કરી રહ્યા છે તમારી આઈબ્રોની જેની બનાવટ અને સુંદરતા તમારો આખો ચેહરો વધુ સુંદર બનાવી દે છે.  તો, ચાલો આપણે તમને આજે જણાવીએ તેની સંભાળ વિશે કેટલીક શ્રેષ્ઠ અસરકારક ટીપ્સ ..
 
એલોવેરા જેલ: એલોવેરા જેલ ત્વચાને લગતી કોઈપણ સમસ્યાઓ સરળતાથી દૂર કરે છે. જો તમે ચાહો તો  તમે Eyebrowમાં એલોવેરા જેલ લગાવી શકો છો. તેને 15 મિનિટ સુધી આઈબ્રો પર રહેવા દો. પછી તેને શુધ્ધ પાણીથી ધોઈ લો. આ આઈબ્રોમાં વાળ ખરવા તેમજ ડેંડ્રફને રોકવામાં મદદ કરશે.
 
બદામ તેલ: જો તમારી ત્વચા શુષ્ક છે તો તમારી આઈબ્રોમાં ડેંન્ડ્રફ થઈ શકે છે. તમે બદામના તેલથી તમારા આઈબ્રોની માલિશ કરી શકો છો. તમારે રાત્રે સૂતા પહેલા આ કરવું જોઈએ. આ ખોડો દૂર કરવાની સાથે જ વાળ ખરતા પણ ઘટાડે છે. બીજે દિવસે સવારે તમારી આંખો ધોવાનું ભૂલશો નહીં, કારણ કે તેનાથી તમારા છિદ્રો બંધ થઈ શકે છે.
 
ટેબલ સોલ્ટ : તમારી ભમર પર ચપટી મીઠું નાખીને તમે ડેન્ડ્રફથી રાહત મેળવી શકો છો. મીઠાનો ઉપયોગ કર્યા પછી તમારે તમારી આંખોને ક્યારેય શેમ્પૂ ન રો, કારણ કે આ આઈબ્રોના છિદ્રોને ખોલે છે અને શેમ્પૂ તેમને પ્રવેશ કરે છે અને ખોડો વધી શકે છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર