Natural સ્કીન કેયર - કોઈપણ ક્રીમ પર ત્વચા પર ગ્લો લાવવા આટલુ કરો

શનિવાર, 6 ઑક્ટોબર 2018 (09:30 IST)
આપણે બધા જાણીએ છીએ કે તાજા શાકભાજી અને ફળો વિટામીન અને ખનીજતત્વોથી ભરપૂર હોય છે જે આપણા શરીર માટે મહત્વના છે. 
 
તેમ છતાં આપણામાંથી મોટાભાગના લોકો કૃત્રિમ સારવાર અને ક્રિમની જ પસંદગી કરીએ છીએ. તો પૈસા ખર્ચીને સારી ત્વચા મેળવવા કરતા સારો ખોરાક ખાઈને જ મેળવો ચમકતી-દમકતી ત્વચા. 
 
1. વિટામીન એથી ભરપૂર ફળો જેમ કે પપૈયું, પીચ, ગાજર અને લીલા શાકભાજી ખાઓ. તે પ્રતિકારક શક્તિ વધારે છે અને ત્વચાના વિકાસને સપોર્ટ કરે છે.
 
2. વિટામીન સીથી ભરપૂર ફળો જેમ કે લીંબુ, આમળા, સંતરા, જામફળ અને પાલકની ભાજી વગેરે કોલાજેનના સન્મવયમાં મદદ કરે છે જે ત્વચાના કોષોને જકડી રાખે છે. તે ક્લિયર ત્વચા અને તાજા કોમ્પેલક્શનને પ્રોત્સાહન આપે છે. તાજા ફળો અને શાકભાજીના જ્યૂસ ત્વચાને આવા જરૂરિયાતના વિટામીન અને મિનરલ્સ આપે છે. રક્તવાહિનીઓ આ વિટામીન અને મિનરલ્સ સીધા જ ગ્રહણ કરે છે અને તમને હાઈડ્રેટેડ રાખે છે.
 
3. ટમેટામાં લાયકોપિન હોય છે જે તમારી ત્વચાને આંતરિક નુકશાન સામે બચાવે છે અને એન્ટિ ઓક્સિડન્ટ તરીકે કામ કરે છે.
 
4. આખા ઘઉં, સિરિયલ્સ, બદામ, અખરોટ વગેરેમાં ભરપૂર વિટામીન ઈ હોય છે જે તમારી ત્વચાને નરમ અને કોમળ બનાવે છે.
 
5. શિયાળામાં આપણને બહુ જ ઓછી તરસ લાગે છે તેમ છતાં ધ્યાન રાખીને પણ બહુ જ બધુ પાણી પીઓ, જે તમારા શરીરમાંથી ઝેરી દ્રવ્યો બહાર કાઢે છે અને ત્વચાની લવચીકતા ટકાવી રાખે છે.
 
6. વધારે પડતી ચા/કોફીનું સેવન ટાળો, તેનાથી ત્વચા રુક્ષ થઈ જાય છે અને પોષકતત્વોના ગ્રહણને અટકાવતા ત્વચા ડલ અને ડ્રાય થઈ જાય છે. તેના બદલે ગ્રીન ટી પીઓ જે ત્વચા માટે એન્ટિઓક્સિડન્ટનું કામ કરે છે. 
 
7. નિયમિત રીતે કસરત કરો જેનાથી શરીરમાં લોહીનો પ્રવાહ સુધરે છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર