વાળમાં તેલ લગાવવાના ફાયદા
ચમ્પી કે માથાની માલિશની પ્રથા પેઢીઓથી ચાલતી આવી રહી છે અને આપણામાંથી ઘણા બધા લોકો વાળને ધોતા પહેલા માથાની માલિશ કરે છે. એવુ કહેવાય છે કે વાળમાં તેલ લગાવવાથી, વાળને સમય પહેલા સફેદ થતા રોકી શકાય છે, તેનાથી વાળની જડ મજબૂત થાય છે અને પ્રેશર પોઈંટ્સ પર માલિશ કરવાથી તનાવ ઓછો થાય છે.
આયુર્વેદ મુજબ તેલ લગાવવા સાથે જડાયેલ ખાસ વાતો..
- આયુર્વેદ મુજબ માથાનો દુ:ખાવો વાત સાથે જોડાયેલો હોય છે. તેથી સાંજે 6 વાગે વાળમાં તેલ લગાવવુ જોઈએ. દિવસનો આ સમય વાત દૂર કરવા માટે સારો હોય છે.
- રાત્રે સૂતા પહેલા તમારા વાળ અને સ્કૈલ્પમાં સારી રીતે તેલ લગાવવુ જોઈએ.
- રાત્રે સૂવાના અડધો કલાક પહેલા વાળમાં તેલ લગાવીને હળવા હાથે મસાજ કરવાથી ઊંઘ સારી આવે છે.