ગુજરાતી ભજન- જેને રામ રાખે રે

સોમવાર, 11 જુલાઈ 2016 (16:43 IST)
જેને રામ રાખે રે
 
જેને રામ રાખે રે, તેને કોણ મારી શકે?
 
અવર નહિ દેખું રે, બીજો કોઈ પ્રભુ પખે.
 
 
 
ચાહે અમીરને ભીખ મગાવે, ને રંકને કરે રાય,
 
થળને થાનક જળ ચલાવે, જળ થાનક થળ થાય;
 
તરણાંનો તો મેરુ રે, મેરુંનું તરણું કરી દાખવે.
 
 
નીંભાડાથી બળતાં રાખ્યાં માંજારીનાં બાળ,
 
ટીંટોડીનાં ઈંડા ઉગાર્યા, એવા છો રાજન રખવાળ;
 
અંત વેળા આવો રે, પ્રભુ તમે તેની તકે.
 
 
બાણ તાણીને ઊભો પારધી, સીંચાણો કરે તકાવ,
 
પારધીને પગે સર્પ ડસિયો, સીંચાણા શિર મહીં ઘાવ;
 
બાજ પડ્યો હેઠો રે, પંખી ઊડી ગયા સુખે.

વેબદુનિયા પર વાંચો