Gujarat Election:ગુજરાતમાં રાજકીય હલચલ, છોટૂ વસાવાની BTP એ AAP સાથે તોડ્યું ગઠબંધન

મંગળવાર, 13 સપ્ટેમ્બર 2022 (12:55 IST)
છોટુ વસાવાની ભારતીય ટ્રાઈબલ પાર્ટીએ આમ આદમી પાર્ટી સાથે ચાર મહિના જૂનું ગઠબંધન તોડવાની જાહેરાત કરી છે. છોટુ વસાવાએ આરોપ લગાવ્યો છે કે ભાજપે BTPને હરાવવા માટે અરવિંદ કેજરીવાલને ગુજરાતમાં મોકલ્યા છે. AAP અને BTPએ મે મહિનામાં ચૂંટણી પહેલા ગઠબંધનની જાહેરાત કરી હતી. બંને પક્ષોએ આગામી રાજ્ય વિધાનસભાની ચૂંટણી સાથે મળીને લડવાનું નક્કી કર્યું છે. વસાવાએ ભરૂચ જિલ્લાના ચંદેરિયા ખાતે જણાવ્યું હતું કે, અમે AAP સાથેનું જોડાણ તોડી નાખ્યું છે. અમને હરાવવા ભાજપે (આપના રાષ્ટ્રીય કન્વીનર) કેજરીવાલને મોકલ્યા છે.
 
આ સાથે વસાવાએ કહ્યું કે ભાજપ અને અમિત શાહ જાણે છે કે તેઓ સીધી ચૂંટણી જીતી શકતા નથી. એટલા માટે તેમણે કેજરીવાલને મોકલ્યા છે. વસાવાએ દાવો કર્યો, "શાહ તેમના દુશ્મનોને મારી નાખે છે, પરંતુ કેજરીવાલના કિસ્સામાં એવું નથી." BTPના ગુજરાતની 182 સભ્યોની વિધાનસભામાં બે સભ્યો છે. રાજ્યના આદિવાસીઓમાં પાર્ટીનો નોંધપાત્ર પ્રભાવ છે. વસાવાએ આરોપ લગાવ્યો કે કેજરીવાલ BTPને AAP સાથે મર્જ કરવા માંગે છે.
 
આદિવાસી નેતાએ દાવો કર્યો, "ગઠબંધન બનાવતી વખતે, કેજરીવાલે વિનંતી કરી હતી કે પાર્ટીને AAPમાં વિલય કરવામાં આવે. પરંતુ, મેં તેમને કહ્યું કે વિલીનીકરણ શક્ય નથી અને અમે એક સ્વતંત્ર રાજકીય પક્ષ તરીકે ચાલુ રહીશું. AAPએ હજુ સુધી BTPના નિર્ણય પર કોઈ ટિપ્પણી કરી નથી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર