વિવાદ એટલો વધ્યો કે જનોઈ ઉપર વાત આવી ગઈ. પરંતુ રાહુલ ગાંધીએ સોફ્ટ હિન્દુત્વના રસ્તાને છોડ્યો નહીં અને સતત મંદિરમાં દર્શન કરતા રહ્યાં. રાહુલ ગાંધી ક્યારેક દ્વારકા જતા તો ક્યાક અંબાજી મંદિર, સોમનાથ મંદિરે ગયા તો વીર મેઘમાયા મંદિરે પણ માથું ટેકાવ્યું. જેમ જેમ ચૂંટણી નજીક આવતી ગઈ કે રાહુલના મંદિર જવાનો સીલસીલો વધતો ગયો. બંન્ને તબક્કાના ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધી સતત મંદિરે દર્શન કરતા રહ્યાં અને ભાજપમાં ખળભળાટ વધી ગયો. વિરોધીઓ સવાલ ઉઠાવ્યાં કે રાહુલ ગાંધી મસ્જિદ કે મજાર પર કેમ નથી જતા. અનેક જગ્યાએ ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા અહેમદ પટેલને સીએમ ઉમેદવાર બનાવવાના પોસ્ટર પણ લાગ્યાં જેથી કરીને કોંગ્રેસ સોફ્ટ હિન્દુત્વનું કાર્ડ છોડે. અત્રે જણાવવાનું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોએ સાબિત કરી દીધુ છે કે રાહુલ ગાંધીને મંદિર જવાનો ફાયદો થયો છે. ગુજરાતમાં મંદિર પ્રભાવિત 87 બેઠકોમાંથી કોંગ્રેસના ફાળે 47 ગઈ છે.