ભાજપના બાહુબલી ધારાસભ્ય મધુશ્રીવાસ્તવને વેતરવાનો પ્લાન તૈયાર
મંગળવાર, 31 ઑક્ટોબર 2017 (13:42 IST)
BJPના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ છેલ્લી 3 ચૂંટણીથી વાઘોડિયા વિધાનસભા સીટ પરથી ચૂંટાઈ રહ્યા છે, પરંતુ હવે આ સીટને લઈને BJPમાં જ આતર્કલહ શરુ થયો છે. શ્રીવાસ્તવની જગ્યા લેવા માટે BJPના જ કેટલાંક મહત્વાકાંક્ષી લોકોએ પ્રયાસો શરુ કર્યા છે. વાઘોડિયા વિધાનસભા સીટ માટે પાર્ટીના કાર્યકરો દ્વારા આયોજિત ‘સ્નેહ મિલન’ કાર્યક્રમમાં પણ શ્રીવાસ્તવ ગેરહાજર રહ્યા હતા. શ્રીવાસ્તવે જણાવ્યું કે, ‘મને કાર્યક્રમમાં બોલાવાયો નહોતો તેમજ આ કાર્યક્રમના આયોજન અંગે કાંઈ જ ખબર નહોતી. નોંધનીય છે કે આ પ્રોગ્રામ સતીષ પટેલ ‘ખેરવાડી’, ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને ઘનશ્યામ પટેલ દ્વારા આ આયોજનમાં હાજરી અપાઈ હતી. તેઓ ત્રણેય વાઘોડિયા સીટ પરથી ચૂંટણી લડવા માગી રહ્યા છે. શ્રીવાસ્તવ વિરુદ્ધ છૂપો કેમ્પેઈન શરુ કરી દેવાયો છે. જેમાં તેને ઉત્તર પ્રદેશના વતની હોવાને કારણે એક ‘આઉટસાઈડર’ ગણાવવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યાનુસાર BJPના અન્ય કાર્યકરો અને શ્રીવાસ્તવ વચ્ચેની ખટાશ ગુજરાત ગૌરવ યાત્રા દરમિયાન જ સામે આવી ગઈ હતી. જે દરમિયાન શ્રીવાસ્તવના સપોર્ટર્સે જરોદ ખાતે યાત્રાને વધાવવા માટેના સ્થળ પર વિધાનસભા ટિકિટ માટેના ઉમેદવારોના બોર્ડ્સ અને બેનર્સ લગાવા દેવાયા નહોતા.શ્રીવાસ્તવે જણાવ્યું કે, ‘મને રાજ્ય અને કેન્દ્રના સત્તાધીશો દ્વારા મારી ટિકિટ પાક્કી હોવાની વાત કહેવામાં આવી છે.