ગુજરાતના યુવા દલિત નેતા જિગ્નેશ મેવાણી અને રાહુલ ગાંધી વચ્ચે નવસારીમાં બેઠક થઈ હતી. મેવાણી અને રાહુલ વચ્ચેની બેઠકને ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં ઉપલક્ષ્યમાં મહત્વની માનવામાં આવે છે. રાહુલ ગાંધી અને જિગ્નેશ મેવાણી વચ્ચેની સકારાત્મક રહી હતી. જિગ્નેશ મેવાણી અને રાહુલ ગાંધીની મુલાકાત બાદ એવા સંકેત મળી રહ્યા છે જિગ્નેશ મેવાણી અને દલિત સમાજ કોંગ્રેસને સમર્થન આપી શકે છે. રાહુલ ગાંધી હાલ વિધાનસભાની ચૂંટણીને લઈ દક્ષિણ ગુજરાતનાં પ્રવાસે છે. આજે સાંજે રાહુલ ગાંધી જન અધિકાર યાત્રા નવસારી પહોંચી હતી.