વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના પ્રચારમાં વડાપ્રધાન મોદીએ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મોદીએ પહેલીવાર સાબરમતી નદીમાં જળ પર સી પ્લેન લેન્ડ કરાવી તેમાં બેસીને ધરોઈ જવા રવાના થયા હતા. ત્યારબાદ ત્યાંથી સીધા ધરોઈ ડેમ ખાતે ઉતરણ કરીને અહીં ધરોઈ ખાતે એક જનસભા પણ સંબોધશે. ત્યારબાદ તેઓ અંબાજી ખાતે મા અંબાના દર્શન કરવા જશે. નરેન્દ્ર મોદી ધરોઈ જવા રવાના થાય તે પહેલા સી પ્લેનનું રિહર્સલ થયું હતું.