ગુજરાત ચૂંટણીમાં એક મુખ્ય ચેહરો બનેલા પાટીદાર નેતા હાર્દિક પટેલ પર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સીધો હુમલો કરતા કહ્યુ કે હાર્દિકે અનામત પર પોતાનુ વલણ સ્પષ્ટ કરી દેવુ જોઈએ. પટેલ દ્વારા કોગ્રેસને અનામત મુદ્દે ત્રણ નવેમ્બર સુધી વલણ સ્પષ્ટ કરવાનુ અલ્ટીમેટટ આપવા પર કટાક્ષ કરતા રૂપાણીએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસે પાટીદારોને ઓબીસી કોટા હેઠળ અનામત આપવા વિશે ક્યારેય વચન આપ્યુ નહોતુ.. પણ પટેલે પોતાના સમુહને વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનુ સમર્થન કરવાનુ કહ્યુ.