હાર્દિક પટેલ સાથે રહેનારા લોકો અને સૂત્રોનુ માનીએ તો હાર્દિક અને કોંગ્રેસ વચ્ચે જે ડીલ થઈ છે તેમા હાર્દિકે અનેક લોકોના નામ આપ્યા છે જે વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે અને પાટીદાર પણ છે. તેમા કેટલાક લોકો બીજી જાતિના પણ છે. હાર્દિકે કોંગ્રેસને વિશ્વાસ અપાવ્યો છે કે જો આ કોંગ્રેસી પાટીદારોને કોંગ્રેસ ટિકિટ આપે છે તો તેને જીતાડવાની જવાબદારી પાટીદાર સમાજ પોતે જ ઉઠાવશે.
સૂત્રોનુ માનીએ તો હાર્દિક પટેલ અને તેમના મિત્રો દ્વારા આ યુદ્ધ છેલ્લા 22 વર્ષથી ગુજરાતમાં રાજ કરનારી બીજેપીની હરાવવાનુ છે.. તેથી હાર્દિક પટેલ અને તેના સમર્થક કોંગ્રેસમાંથી જીતેલા અને વિવાદોથી અલગ લોકોને જ ટિકિટ આપવાની માંગ કરી રહ્યા છે. બીજેપી જે રીતે આ આરોપ લગાવી રહી હતી કે હાર્દિક પટેલ પોતાના મિત્રો માટે ટિકિટને લઈને કોંગ્રેસ સાથે ડીલ કરી રહી છે અને કોંગ્રેસનો એજંટ બની ગયો છે. પણ આ ટિકિટ વહેંચણીથી સ્પષ્ટ થઈ ગયુ છે કે હાર્દિક પટેલની સાથે પાટીદાર અનામત આંદોલનમાં કામ કરનારા સંયોજકોમાંથી એક જ સંયોજક લલિત વસ્યોને જ પ્રથમ ચરણ માટે ટિકિટ મળી છે. જ્યારે કે હાર્દિક સમર્થક 12 ઉમેદવાર એવા છે જે વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે અને તેમને આ વખતે કોંગ્રેસની ટિકિટ મળી છે.