અલ્પેશ અને હાર્દિક પછી હવે કોંગ્રેસની નજર જીગ્નેશ પર...

મંગળવાર, 31 ઑક્ટોબર 2017 (12:05 IST)
ગુજરાતમાં ચૂંટણીના ઢોલ વાગી ચુક્યા છે.. આવામાં બીજેપી વિરુદ્ધ કોંગ્રેસના બધા વિરોધીને એક કરવાની કોશિશ કંઈક રંગ લાવતી જોવા મળી રહે છે. એક બાજુ રાજ્યમાં મોટા ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરે કોંગ્રેસનુ દામન થામી લીધુ છે.  કોંગ્રેસે પાટીદાર નેતા હાર્દિક પટેલને પણ પોતાની તરફ કરી લીધા છે. એ જ કારણ છે કે હવે કોંગ્રેસે પોતાનો ફોકસ ત્રીજા મજબૂત નેતા જીગ્નેશ મેવાણી તરફ કરી દીધો છે. કોંગ્રેસ તેમને પોતાની સાથે જોડવાની પૂરી તૈયારી કરી રહી છે. 
 
 
જીગ્નેશ મેવાની આજે દિલ્હીમાં છે. શક્યતા છે કે તે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી શકે છે.  જો કે અશોક ગહલોતે જણાવ્યુ કે જિગ્નેશ સ્પષ્ટ કહ્યુ છે કે જ્યા સુધી કોંગ્રેસ પાર્ટી દલિતો સાથે જોડાયેલા મુદ્દા પણ પોતાનુ વલન સ્પષ્ટ નહી કરે ત્યા સુધી તે કોઈ નિર્ણય નહી લે.  ગહલોતે એ પણ કહ્યુ કે જિગ્નેશનો આ નિર્ણય સાચો પણ છે. આગળ કહેતા ગહલોતે જ્ણાવ્યુ કે તેમને જિગ્નેશ સાથે બે વાર મુલાકાત કરી છે અને તે જાણે છે કે તેમના દિલમા દિલમાં દલિતો પર થઈ રહેલા અત્યાચારોને લઈને ખૂબ દુખ છે. બીજી બાજુ કોંગ્રેસ પણ ખેડૂતો દલિતો ઓબીસી વગેરેની લડાઈ લડતી રહે છે. ગહલોતે જણાવ્યુ કે જિગ્નેશ દિલ્હીમાં છે. પણ તેમણે  રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી નથી. જો કે તેમણે રાહુલ સાથેની આજની મુલાકાતનુ ખંડન પોતાના ફેસબુક પર કર્યુ છે. 
 
ગુજરાતમાં યુવા દલિત નેતાના રૂપમાં જિગ્નેશ મેવાનીએ પોતાની ઓળખ બનાવી છે. જિગ્નેશ વ્યવસાયે વકીલ અને સામાજીક કાર્યકર્તા છે. ઉનામાં ગોરક્ષાના નામ પર દલિતો સાથે મારપીટ વિરુદ્ધ થયેલા આંદોલનનુ જિગ્નેશે નેતૃત્વ કર્યુ. આવામાં કોંગ્રેસ તેમને પોતાની તરફ લાવીને દલિતોને પોતાની સાથે કરવા માંગે છે. 
 
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં યુવા દલિત નેતાના રૂપમાં ઓળખ બનાવનારા જિગ્નેશ મેવાનીનુ દિલ કોંગ્રેસ માટે નરમ અને બીજેપી માટે કડક વલણ ધરાવે છે. અલ્પેશ ઠાકોર દ્વારા કોંગ્રેસમાં સામેલ થતી વખતે જગ્નેશ મેવાણીએ કહ્યુ હતુ કે તેઓ આ વખતે બીજેપીને દરેક સંજોગોમાં હરાવવા માંગે છે.  આજતકની પંચાયત પર પણ જિગ્નેશે કહ્યુ હતુ કે આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જાતિના નામ પર વોટ નહી પડે. પણ બીજેપીને સત્તામાંથી હટાવવા માટે વોટ કરવા પડશે. 
 
આવામાં જિગ્નેશ જો કોંગ્રેસનુ દામન પકડી લે તો તેમા નવાઈ ન થવી જોઈએ. જોકે જિગ્નેશે એ પણ કહ્યુ છે કે દલિત આંદોલનનુ હેતુ સત્તા નથી. અમારો સંઘર્ષ જાતિમૂલક સમાજની સ્થાપના છે. તેમણે કહ્યુ હતુ કે અમે બસ ગુજરાતી બનીને સવાલ ઉઠાવી રહ્યા છીએ. 
 
અલ્પેશ અને હાર્દિકની જેમ જિગ્નેશ પણ બીજેપી વિરુદ્ધ થયેલ આંદોલનનો ચેહરો છે. આઝાદી કોચ આંદોલનમાં જિગ્નેશે 20 હજાર દલિતોને એક સાથે મરેલા જાનવર ન ઉઠાવવા અને મેલુ ન ઉઠાવવાની શપથ અપાવી હતી. જિગ્નેશની આગેવાનીવાળા દલિત આંદોલન ખૂબ જ શાંતિ સાથે સત્તાને કરારો ઝટકો આપ્યો હતો. આ આંદોલનને દરેક વર્ગ તરફથી સમર્થન મળ્યુ. આંદોલનમાં દલિત મુસ્લિમ એકતાનો બેજોડ નજારો જોવા મળ્યો. સૂબામાં લગભગ 7 ટકા દલિત મતદાતા છે. 
 
કોંગ્રેસે આપ્યુ હતુ આમંત્રણ 
 
ગુજરાત ચૂંટણીની જાહેરાત થતા પહેલા જ કોંગ્રેસે મોટો દાવ રમ્યો હતો. કોંગ્રેસે બીજેપી વિરુદ્દ મળીને ચૂંટણી લડવા માટે પાટીદાર નેતા હાર્દિક પટેલ સહિત બીજા યુવા નેતાઓ સાથે આવવાનુ આમંત્રણ આપ્યુ હતુ. આ આમંત્રણ સ્વીકાર કરતા જ્યા સૌ પહેલા અલ્પેશ ઠાકોરે કોંગ્રેસનુ દામન પકડ્યુ તો બીજી બાજુ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ અને પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ વચ્ચે સહમતી બનતી જોવા મળી રહી છે. સાથે જ જિગ્નેશમાં કોંગ્રેસ પત્યે નરમ વલણ બનાવેલુ છે. 
 
કોંગ્રેસે માની હાર્દિકની 4 શરત 
 
અનામત મુદ્દે કોગ્રેસના વલણને લઈને અલ્ટીમેટમ આપ્યા પછી હાર્દિક પટેલ હવે નરમ પડતા દેખાય રહ્યા છે. હાર્દિક પટેલે કહ્યુ કે 3 નવેમ્બરના રોજ સૂરતમાં થનારી કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની જનસભાનુ તે ન તો સમર્થન કરશે કે ન તો વિરોધ.. સોમવારે પાટીદારો સાથે કોંગ્રેસ નેતાઓએ મીટિંગ કરી. મીટિંગ પછી હાર્દિકે જણાવ્યુ કે પટેલ સમાજમાંથી 4 મુદ્દા પર કોંગ્રેસ સાથે સહમતી બની ગઈ છે.  તેમણે કહ્યુ કે પાટીદાર 7 નવેમ્બર સુધી અનામત પર કોંગ્રેસના પ્લાનની રાહ જોશે.  હાર્દિકે એ પણ  કહ્યુ કે રાહુલ ગાંધી પોતે આ મામલે વાત કરવા માંગે છે તો અમે જઈને વાત કરીશુ... 


 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર