CBSE Board Exam 2019 - પરીક્ષા સેંટર પર મુશ્કેલ પરિસ્થિતિમાં તમારી મદદ કરશે આ ટિપ્સ

શુક્રવાર, 25 જાન્યુઆરી 2019 (15:59 IST)
સીબીએસઈ એક્ઝામની જાહેરાત કરી દેવામાં આવી છે. આ વખતે બોર્ડ પરીક્ષા ફેબ્રુઆરીથી શરૂ થઈ જશે. આવામાં સ્ટુડેંટસનુ બધુ ધ્યાન એક્ઝામની તૈયારીઓમાં લાગી ગયુ છે. પણ અનેકવાર પરીક્ષાની તૈયારીઓ વચ્ચે કેટલીક ભૂલો કરી દેવામાં આવે છે અને ટેંશન થઈ જાય છે. આવા સમયમાં સ્ટુડેંટ્સને ખુદને શાંત કરતા સમજદારીથી કામ લેવુ જોઈએ.   આવો જાણીએ કેટલીક એવી ટિપ્સ વિશે જે એ પરેશાનીઓમાંથી થોડી રાહત આપી શકે છે. 
 
જો તમારુ એડમિટ કાર્ડ ખોવાય જાય તો 
 
અનેકવાર એવુ થાય છે કે તમારુ એડમિટ કાર્ડ ખોવાય જાય છે. આવામાં ટેંશન થવુ દેખીતુ છે. પણ આવી સ્થિતિમાં ખુદને શાંત રાખવાની કોશિશ કરો. તમે એક લેખિત અરજી લઈને જાવ અને તેમા ફરીથી એડમિટ કાર્ડ આપવાનુ કહો. એડમિટ કાર્ડ ખોવાય ગયાની સૂચના એક્ઝામ સુપરવાઈઝરને આપો. તેમની પાસેથી પરીક્ષામાં બેસવાની મંજુરી માંગો. 
 
એડમિટ કાર્ડની ઝેરોક્ષ કોપી જરૂર મુકો 
 
તમારા એડમિટ કાર્ડની ઝેરોક્ષ કોપી તમારી સાથે જરૂર રાખો. આ સાથે જ ઘરે પણ તેની ઝેરોક્ષ કરાવી મુકો અને ઘરના સભ્યોને તેના વિશે બતાવી મુકો કે તમે તેને ક્યા મુકી રહ્યા છો. તમે ચાહો તો તમારા એડમિટ કાર્ડને સ્કેન કરીને તેની એક સોફ્ટ કોપી પણ સેફ કરીને મુકી શકો છો.    એડમિટ કાર્ડ ભૂલી જાવ તો એક્ઝામ સેંટરમાં એક લેખિત પત્ર આપી દો કે આગલા દિવસે તમે ઓરિજિનલ એડમિટ કાર્ડ સાથે આવાશો. જો પરેશાની હોય તો તમે તમારા પેરેંટ્સને ઘરેથી અસલી એડમિટ કાર્ડ લાવવાનુ કહી દો જેથી તમે તેને એક્ઝામ સેંટર પર બતાવી શકો. 
 
એક્ઝામ સેંટર લેટ પહોંચો તો 
 
અનેકવાર અચાનક એવી સ્થિતિ આવી જાય છે જેને કારણે એક્ઝામ સેંટર પહોંચવામાં મોડુ થઈ જાય છે. લેટ એંટ્રીના કારણે તેમને પેપર પણ મોડુ મળે છે.  આવામાં તેમની પાસે સવાલોના હલ કરવાનો સમય ઓછો રહે છે. તમારી સ્થિતિ વિશે એક્ઝામ સુપરવાઈઝરને બતાવો અને તેમની પાસેથી વધારાનો સમય માંગો. તમારો કેસ જેન્યુઈન હશે તો સુપરવાઈઝર તમારા આગ્રહને  માની શકે છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર