નરેન્દ્ર મોદીએ ભારતના 15મા PM તરીકે શપથ લીધા

સોમવાર, 26 મે 2014 (17:40 IST)
- પિયૂષ ગોયલ રાજ્યમંત્રી મહારાષ્ટ્રથ્બી રાજ્યસભા સાસદ. બીજેપીના કોષાધ્યક્ષ. ચૂટણી પ્રચારમાં પદદા પાછળ સારુ કામ કરી ચુક્યા છે. 
- પ્રકાશ જાવડેકર રાજ્યમંત્ર્રી મહારાષ્ટ્રથી રાજ્યસભા સાંસદ. બીજેપીના પ્રવક્તા રહી ચુક્યા છે. 1981માં બીજેપી સાંસદ રહી ચુક્યા છે. 
- સર્વાનંદ સોનોવાલ રાજ્યમંત્રીના રૂપમાં શપથ લીધા. લખીમપુરથી બીજેપી સાંસદ. અસમથી સતત સારૂ પ્રદર્શન કરવાનું ઈનામ. . અસમમાં બીજેપી અધ્યક્ષ. 2011માં બીજેપી સાથે જોડાયા. 

- ધર્મેન્દ્ર પ્રધાન  રાજ્યમંત્રીના રૂપમાં શપથ લીધા. મોદીના નિકટ રહેવાનો ફાયદો. બીજેપીના સગઠમાં રહેતા સારા કામ કર્યા બિહારથી રાજ્યસભા સાંસદ 
- શ્રીપદ નાઈક રાજ્યમંત્રીના રૂપમાં શપથ લીધા. ઉત્તરી ગોવાથી બીજેપી સાંસદ . મોદી સરકારમાં ગોવાના અધ્યક્ષ છે. સતત  ચાર વાર લોકસભા ચૂંટ્ણી જીતી ચુક્યા છે. 
- સંતોષ ગગવાર રાજ્યમંત્રી બરેલીથી બીજેપી સાંસદ. નિમ્ન જાતિમાં મોટુ નામ વાજપેયી સરકારમાં રાજ્યમંત્રી રહી ચુક્યા છે. યૂપીમાં બીજેપીનો જૂનો ચહેરો 

- રાવ ઈન્દ્રજીત સિંહ રાજ્યમંત્ર્રી સ્વંત્ર પ્રભાર. ગુડગાવથી બીજેપી સાંસદ. અહિરવાલ બેલ્ટમાં ધૂસ વધારવાનો પ્રયત્ન. ચોથી વાર લોકસભા સાંસદ તરીકે ચૂંટાયા.  હરિયાણા વિધાનસભાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યા. કોંગ્રેસના રાજ્યમંત્રી રહી ચુક્યા છે. કોંગ્રેસ છોડીને ભાજપામાં જોડાયા.  

- જનરલ વી.કે સિંહ રાજ્યમંત્રીના રૂપમા શપથ લીધા. ગાજિયાબાદથી બીજેપી સાંસદ(સ્વતત્ર પ્રભાર) . પૂર્વી આર્મી ચીફ હોવાનો ફાયદો. 2014માં બીજેપીમાં જોડાયા 1971ના પાકિસ્તાન સાથેના યુદ્ધમાં જોડાયા હતા.  

-  હર્ષવર્ધન કેબિનેટ મંત્રીના રૂપમાં શપથ લીધા. ચાંદની ચોકથી બીજેપી સાંસદ. સ્વાસ્થ્યમંત્રી માટે સૌથી યોગ્ય ઉમેદવાર. 1993-98 સુધી દિલ્હીના સ્વાસ્થ્યમંત્ર્રી રહી ચુક્યા છે. 
-  સ્મૃતિ ઈરાણીએ કેબિનેટ મંત્રીના રૂપમાં શપથ લીધા. ગુજરતથી રાજ્યસભા સાંસદૢ રાહુલ ગાંધી વિરુદ્ધ ચૂંટણી લડી પણ હારી ગઈ. મોદીના વિશ્વાસપાત્ર હોવાનો ફાયદો મળ્યો. 2003માં બીજેપીમાં જોડાઈ 
- થાવરચંદ ગહલોતે કેબિનેટ મંત્રીના રૂપમાં શપથ લીધા. તેઓ મધ્યપ્રદેશથી રાજ્યસભા સાંસદ છે.  બીજેપી સંસદ બોર્ડના એકમાત્ર દલિત નેતા છે. 
- રાધામોહન સિંહે કેબિનેટ મંત્રીના રૂપમાં શપથ લીધા રાધામોહન પૂર્વી ચંપારણથી બીજેપી સાંસદ છે. 
- જુએલ ઓરાંવે કેબિનેટ મંત્રીના રૂપમાં શપથ લીધા. તેઓ ઓડિશાના સુંદરગઢથી બીજેપી સાંસદ છે. 
- નરેન્દ્ર સિંહ તોમરે કેબિનેટ મંત્રીના રૂપમાં શપથ લીધા. તેઓ ગ્વાલિયરથી બીજેપી સાંસદ છે. 
-  હરસિમરત કૌર બાદલે કેબિનેટ મંત્રીના રૂપમાં શપથ લીધા. હરસિમરત ભઠિંડાથી અકાલી દળની સાંસદ છે. 
- અનંત ગીતી કેબિનેટ મંત્રીના રૂપમાં શપથ લીધા. તેઓ રાયગઢથી શિવસેના સાંસદ છે.  
-  અશોક ગજપતિ રાજૂએ કેબિનેટ મંત્રીના રૂપમાં શપથ લીધા. અશોક રાજૂ વિજયનગરમથી સાંસદ છે.  

- રવિશંકર પ્રસાદે કેબિનેટ મંત્રીના રૂપમાં શપથ લીધા . બિહારથી રાજ્યસભા સાંસદ છે રવિશંકર 
- અનંત કુમારે કેબિનેટ મંત્રીના રૂપમાં શપથ લીધા  
-  મેનકા ગાંધીએ કેબિનેટ મંત્રીના રૂપમાં શપથ લીધા પીલીભીતથી બીજેપી સાંસદ છે મેનકા 
-  કલરાજ મિશ્રાએ કેબિનેટ મંત્રીના રૂપમાં શપથ લીધા તેઓ યૂપીના દેવરિયાથી સાંસદ છે. 
- રામવિલાસ પાસવાને કેબીનેટ મંત્રીના રૂપમાં શપથ લીધા  બિહારના હાજીપુરથી સાંસદ 
- ગોપીનાથ મુંડેએ કેબીનેટ મંત્રીના રૂપમાં શપથ લીધા 
- શ્રીમતી નઝમા હેપતુલ્લાએ કેબિનટ મંત્રીના શપથ લીધા 
- સુશ્રી ઉમા ભારતીએ કેબીનેટ મંત્રીના રૂપમાં શપથ લીધા 
- શ્રી સદાનંદ ગૌડાએ કેબીનેટ મંત્રીના રૂપમાં શપથ લીધા 
-  શ્રી નીતિન ગડકરીએ કેબીનેટ મંત્રીના રૂપમાં શપથ લીધા 
- શ્રી અરુણ જેટલીએ કેબીનેટ મંત્રીના રૂપમાં શપથ લીધા 
- શ્રીમતી સુષમા સ્વરાજે કેબીનેટ મંત્રીના રૂપમાં શપથ લીધા 
- શ્રી રાજનાથ સિંહે પણ કેબીનેટ મંત્રીના રૂપમાં પદના શપથ લીધા. 
- પ્રાઈમ મિનિસ્ટર શ્રી નરેન્દ્ર દામોદારદાસ મોદી શપથ લીધા. .. . હુ નરેન્દ્ર દામોદરદાસ મોદી હુ ઈશ્વરની શપથ લઈ રહ્યો છુ કે હુ ભારતની સેવા સાચી શ્રધાથી કરીશ હુ સંઘના નિર્વાણનુ પાલન કરીશ. હુ કોઈ પણ ભય કે પક્ષપાત સિવાય બધા પ્રકારના લોકો પ્રત્યે સંવિધાન અને વિધિ અનુસાર ન્યાય કરીશ. હુ નરેન્દ્ર  દામોદર મોદી ઈશ્વરની શપથ લઉ છુ કે જે સંઘના પ્રચાર માટે મારા વિચાર માટે લાવવમાં આવશે જે મારા કર્ત્યવ્યો સમક્ષ નિર્વધન માટે આવુ કરવુ અપેક્ષિત હોય એ પ્રત્યેક કે પરોક્ષ રીતે પ્રકટ નહી કરુ.. 
- ભારત માતાની જય અને જય શ્રી રામના જયકારાથી રાષ્ટ્રપતિ ભવન ગાજી ઉઠ્યુ  
- જનગણમનના ગીત માટે બધા અતિથિયો રાષ્ટ્રગીતના સન્માનમાં ઉભા થઈ ગયા. 
- માનનીય રાષ્ટ્ર્પતિ પધારી રહ્યા છે. 
- બધા મુખ્યમંત્રીઓને આમંત્રણ આપવામાં આવ્યુ હતુ 
- સમારંભમાં શ્રી શ્રી રવિશંકર સલમાન ખાન પોતાના પિતા સાથે આવ્યા છે.  
- મોદીની માતા પોતાના ઘરે ટીવી પર પોતાના પુત્ર માટેનો આ ગૌરવશાળી દિવસ જોઈ રહી છે. 
- અત્યારે જે તમે લાઈવ જોઈ રહ્યા છો એ તમને આવતીકાલે છાપાની હેડલાઈનમાં જોવા મળશે 
- રાષ્ટ્રપતિ પણવ મુખર્જીની રાહ જોવાય રહી છે. તેમના આવતા જ શપથ સમારંભ શરૂ કરવામાં આવશે. 
- મોદી પોતાની લકી સ્ક્રોર્પિયોમાં બેસીને આવ્યા 
- બધાએ મોદી મોદી કહીને તેમનુ વેલકમ કર્યુ  










- રાજનાથ સિંહ વૈકિયા નાયડુ અમિત શાહ બધા પહેલી પંક્તિમાં બેસ્યા છે.  
- મુકેશ અંબાણી અનિલ અંબાણી અને તેમના માતાજી પધાર્યા છે.  
- મનમોહન સિંહ  સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પણ આવી પહોંચ્યા 

વેબદુનિયા પર વાંચો