લાલુ-મુલાયમ-પાસવાન ભાઇ..ભાઇ...

વાર્તા

સોમવાર, 4 ઑગસ્ટ 2008 (21:17 IST)
ભારતનાં રાજકારણ અને વાતાવરણ બંને અનિશ્ચિતતાથી ભરેલા છે. તેની ઉપર ભરોસો ન કરી શકાય. એક સમયનાં દુશ્મન એવા લાલુ, મુલાયમ અને પાસવાન પોતાના હરીફ એવા ભાજપ માટે ભાઇ...ભાઇ બન્યા છે.

કેશ ફોર વોટ પ્રકરણમાં ભાજપની સીડીનો જવાબ આપવા માટે આજે મુલાયમસિંહ યાદવ, લાલુપ્રસાદ યાદવ અને રામવિલાસ પાસવાન એક મંચ પર ભેગા થયા છે. તેમણે ભાજપની સીડી સામે એક પોતાની નવી સીડી બહાર પાડી છે. અને, ભાજપ પર આ મુદ્દાને ચુંટણીનો મુદ્દો બનાવવાનો આરોપ મુક્યો છે.

આ ત્રણેય નેતાઓએ ભેગા મળીને ભાજપનાં સાંસદ ફગ્ગનસિંહ કુલસ્તેનું સ્ટીંગ ઓપરેશન કર્યુ હતું. અને, પત્રકારોને સીડી બતાવી હતી. લાલુ યાદવે ફગ્ગનસિંહનો નાર્કો ટેસ્ટ કરાવવાની માંગ કરી હતી. મુલાયમે તેને ભાજપ-બસપાનું સંયુક્ત કાવતરૂ ગણાવ્યું હતું. તો પાસવાને જણાવ્યું હતું કે ભાજપને પોતાની હાર થવાનો ડર હોવાથી નોટકાંડનું નાટક રચ્યું હોવાનું જણાવ્યું હતું.

તો આ સીડીમાં અરૂણ સક્સેનાને અરૂણ જેટલી દ્વારા પૈસા આપવામાં આવે છે, તેવો આરોપ લગાવાયો હતો.

વેબદુનિયા પર વાંચો